મુંબઈઃ રાજ્યમાં ઠેર ઠેર ભારે વરસાદના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં રાજ્યના હિલ સ્ટેશન પણ સામેલ થયું હતું. ધોધમાર વરસાદના કારણે લોનાવલા-કર્જત રેલવે વિભાગમાં અનેક સ્થળો પર ભૂસ્ખલન થવાના કારણે ટ્રેન સેવાઓ પર માઠી અસર પડી હતી, પરંતુ હજુ પણ ભોર ઘાટમાં ભૂસ્ખલનના જોખમને કારણે 17 જુલાઈ સુધીમાં 30 જેટલી ટ્રેનને રદ કરવાનો નિર્ણય લીધો છે.
છઠ્ઠી જુલાઈના પડેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્રણેય લાઈનની ટ્રેનસેવાને સ્થગિત કરવામાં આવી હતી. ઠાકુરવાડી અને મન્કી હિલની વચ્ચે પડેલા ભારે વરસાદને કારણે ટ્રેનની લાઈન પર સૌથી વધુ અસર થઈ હતી. હાલના તબક્કે યુદ્ધના ધોરણે કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ સંપૂર્ણપણે ટ્રેનસેવાને ચાલુ કરવાનું હજુ પણ જોખમી છે, તેથી ટ્રેનવ્યવહાર પર આગામી અઠવાડિયું હજુ અસર રહેશે, પરિણામે રોજની 14 જેટલી ટ્રેનની રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ડેક્કન ક્વિન, ડેક્કન એક્સપ્રેસ સહિત ઈન્ટરસિટીનો સમાવેશ થાય છે.
મધ્ય રેલવે દ્વારા નીચેની ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
17/07/2026 સુધી દૈનિક રદ્દ ટ્રેનની યાદી
- હુબલી-દાદર એક્સપ્રેસ (17317)
- દાદર-હુબલી એક્સપ્રેસ (17318)
- ઇન્દોર-દૌંડ એક્સપ્રેસ (22944)
- દૌંડ-ઇન્દોર એક્સપ્રેસ (22943)
- સીએસએમટી-હૈદરાબાદ એક્સપ્રેસ (22732)
- હૈદરાબાદ-સીએસએમટી એક્સપ્રેસ (22731)
- પુણે-સીએસએમટી ડેક્કન ક્વિન (12124)
- સીએસએમટી-પુણે ડેક્કન ક્વિન (12123)
- સીએસએમટી-પુણે ડેક્કન એક્સપ્રેસ (11007)
- પુણે-સીએસએમટી ડેક્કન એક્સપ્રેસ (11008)
- સીએસએમટી-પુણે ઇન્ટરસીટી એક્સપ્રેસ (12127)
- પુણે-સીએસએમટી ઇન્ટરસીટી એક્સપ્રેસ (12128)
- સીએસએમટી-ચેન્નાઇ એગમોર સુપરફાસ્ટ મેલ (22157)
- ચેન્નઇ એગમોર સુપરફાસ્ટ-સીએસએમટી સુપરફાસ્ટ મેલ (22158)
અલગ અલગ દિવસે ચાલનારી રદ્દ ટ્રેનો
- સીએસએમટી-કોલ્હાપુર મહાલક્ષ્મી એક્સપ્રેસ (17411)
- જોધપુર-હડપસર એક્સપ્રેસ (20495)
- હડપસર-જોધપુર એક્સપ્રેસ (20496)
- સાતારા-દાદર એક્સપ્રેસ (11028)
- દાદર-સતારા એક્સપ્રેસ (11027)
- દાદર-સાંઈનગર શિર્ડી એક્સપ્રેસ (11041)
- સાંઈનગર શિર્ડી-દાદર એક્સપ્રેસ (11042)
વિશેષ ટ્રેનો રદ્દ
- સીએસએમટી-ગોરખપુર એક્સપ્રેસ (01079)
- ગોરખપુર-સીએસએમટી એક્સપ્રેસ (01080)
- પુણે-ગોરખપુર એક્સપ્રેસ (01415)
- ગોરખપુર-હડપસર એક્સપ્રેસ (01416)
- પુણે-ગાઝીપુર સીટી એક્સપ્રેસ (01431)
- ગાઝીપુર સીટી-હડપસર એક્સપ્રેસ (01432)
- પુણે-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસ (01491)
- હઝરત નિઝામુદ્દીન-પુણે એક્સપ્રેસ (01492)