Thu Jul 23 2026

Logo

મુંબઈ ઍરપોર્ટ ટર્મિનલ-વનમાં આગ: કોઈ જખમી નહીં

2026-04-10 09:32:00
Author: Sapna Desai
Article Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ ટર્મિનલ વન-બીમાં ગુરુવારે આગ લાગવાની ઘટના બની હતી. આગ ટર્મિનલના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલા કેબલ ટ્રે અને સ્વિચબોક્સમાં લાગી હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.

ફાયરબિગ્રેડનું અધિકારીના જણાવ્યા મુજબ ટર્મિનલ વન-બી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્િંડગ છે. સાંજના લગભગ ૬.૩૦ વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ ફ્લોરમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
આગની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ અને ડિઝાસ્ટર કંટ્રોલની ટીમ ઍરપોર્ટ પર દોડી ગઈ હતી. ઍરપોર્ટ આગ લાગ્યા બાદ તેને ઍરપોર્ટ રહેલા ફાયબ્રિગેડના સાધનોની મદદથી આગ બુઝાવવનો પ્રયાસ હાથ ધરાયો હતો. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મુંબઈ ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી. સાંજના ૭.૦૫ વાગે આગને એક નંબરની જાહેર કરવામાં આવી હતી. મોડે સુધી આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. 

સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.