Mon May 25 2026

Logo

બુલેટ ટ્રેનના કેટલા હશે કોચ અને પ્રવાસીઓને શું સુવિધાઓ મળશે? જાણો વિગતો

2026-05-20 21:13:55
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ હાઈસ્પીડ ટ્રેનનું સપનું હવે ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે. દેશની પહેલી બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027થી ટ્રેક પર દોડવા લાગશે. આ માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. સ્ટેશન તથા ટ્રેકને તૈયાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગેની જાણકારી આપતા કહ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન યોજના ઝડપથી આગળ વધી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે 500 કિમી અંતર વચ્ચે દોડશે, જ્યારે ટ્રેનમાં કેટલા કોચ અને સ્પીડ અંગે પણ મહત્ત્વની વિગતો મળી છે.

પ્રવાસીઓને પ્લેન જેવી ફિલિંગ આવશે

સોમવારે જ બુલેટટ્રેનની પ્રોટોટાઈપ તસવીર સામે આવી છે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન કેસરી રંગની દેખાશે. જેની ડિઝાઈન ઘણી આધુનિક રાખવામાં આવી છે. નમો ભારત જેવી ટ્રેન જેવો લૂક આ ટ્રેનનો રાખવામાં આવ્યો છે. બાહરના લૂકને હાઈટેક બનાવવાની સાથે ટ્રેનની બાહર ભારતીય સંસ્કૃતિની એક ઝલક પણ જોવા મળશે. રેલવે મંત્રાલયના રિપોર્ટ અનુસાર શરૂઆતમાં કુલ 8 કોચ લગાવાયા હશે. એટલું જ નહીં, પ્રવાસીઓની સંખ્યા વધશે ત્યારે વધારાના બીજા કોચ પણ લગાવવામાં આવશે. ટ્રેનમાં પણ પ્રવાસીઓને એરલાઈન્સ જેવી ફીલ આવશે. આરામદાયક સીટથી લઈને આધુનિક સુરક્ષા સિસ્ટમ સેટ કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ભારતીય રેલ વિભાગ તથા મંત્રાલયના અપગ્રેડેશની દિશામાં એક માઈલસ્ટોન સમાન છે. 

મુંબઈથી અમદાવાદ બેથી અઢી કલાકમાં પહોંચાશે

ખાસ વાત એ છે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંદર લગભગ બેથી અઢી કલાકનું રહેશે. સામાન્ય ટ્રેનમાં આ અંતર કાપતા ટ્રેનને 6થી 7 કલાકનો સમય લાગે છે. આનાથી અમદાવાદાથી મુંબઈ જતા અને મુંબઈથી અમદાવાદ આવતા યાત્રીઓને મોટી રાહત થશે. સમયની બચત થશે. શરૂઆતના તબક્કામાં આ બુલેટ ટ્રેન 300 કિમી/કલાકની સ્પીડથી દોડશે, જ્યારે ટ્રેનની મહત્તમ સ્પીડ 320ની છે. આ બુલેટ ટ્રેન ભારતની અત્યાર સુધીની સૌથી ફાસ્ટ ટ્રેન હોવાનું માનવામાં આવે છે. હાઈસ્પીડ અને આધુનિક ટ્રેકિંગ સિસ્ટમના કારણે યાત્રા વધારે સુરક્ષિત થશે અને સમયની પણ બચત થઈ જશે. આ ઉપરાંત ટ્રેનમાં સફર આરામદાયક રહે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 

એક મોટો ફેરફાર થશે

જાપાનની હાઈટેક સિસ્ટમથી તૈયાર થયેલી ટ્રેન સમગ્ર રેલવે સિસ્ટમને એક મોટો વેગ આપશે. આ ઉપરાંત રેલ પરિવહન ઈન્ફ્રા.ને એક નવી ઓળખ આપશે. સરકારનું એવું માનવું છે કે, આ ટ્રેન શરૂ થતા વેપાર, પ્રવાસન તથા રોજગારીના ક્ષેત્રમાં એક મોટો પોઝિટિવ ફેરફાર થશે. જ્યા હાઈસ્પીડ રેલવે નેટવર્ક છે એ દેશની યાદીમાં ભારતનું નામ પણ જોડાઈ જશે. હાલમાં ગુજરાતમાં બુલેટ ટ્રેનના સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. વાયડકટ અને ટ્રેક માટેની સિસ્ટમ ખતમ થઈ ચૂકી છે. હાલમાં ક્નેક્ટિવિટી, સુરક્ષા અને એપ્રોચ સિસ્ટમ પર કામ ચાલી રહ્યું છે.