દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર પોતાની વૈભવી અને લક્ઝુરિયર લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મુકેશ અંબાણી પોતાની સક્સેસફૂલ અને પર્સનલ લાઈફમાં નીતા અંબાણીના યોગદાન વિશે જે વાતો કરી છે, તેણે લાખો લોકોના દિલ જીતી લીધા છે. 1985માં શરૂ થયેલી આ સફર આજે પણ એટલી જ તાજી અને આદરપૂર્ણ જણાય છે. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં...
નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્નને 41 વર્ષ પૂજા થયા એ નિમિત્તે એક કાર્યક્રમ દરમિયાન મુકેશ અંબાણીએ ઈમોશનલ સ્પીચ આપતાં જણાવ્યું હતું કે નીતા માત્ર મારી પત્ની જ નથી, પરંતુ મારી બેસ્ટ ફ્રેન્ડ, ફિલોસોફર અને માર્ગદર્શક પણ છે. મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જીવનના દરેક વળાંક પર જ્યારે મને મૂંઝવણ થઈ છે, ત્યારે નીતાએ મને સાચો રસ્તો બતાવ્યો છે. અંબાણી પરિવારને જે રીતે તેણે એકતાના તાંતણે બાંધ્યો છે, તે કાબિલ-એ-દાદ છે. નીતા વગરનું મારું જીવન કલ્પનાની બહાર છે.
વીડિયોમાં આગળ મુકેશ અંબાણી એવું પણ કહેતાં સાંભળવા મળે છે કે રિલાયન્સના વિસ્તરણમાં તેમનું ધ્યાન બિઝનેસ પર રહ્યું છે, પરંતુ ઘરના સંસ્કારો, બાળકોનો ઉછેર અને કૌટુંબિક મૂલ્યોને જાળવી રાખવાનું સંપૂર્ણ શ્રેય નીતા અંબાણીને જાય છે. આ ૪૧ વર્ષમાં નીતાજીએ માત્ર ઘર જ નહીં, પણ રિલાયન્સ ફાઉન્ડેશન અને કલા-સંસ્કૃતિના ક્ષેત્રે જે યોગદાન આપ્યું છે, તે જોઈને મુકેશભાઈ ગર્વ અનુભવે છે.
વીડિયોમાં જોવા મળે છે કે નીતા અંબાણી પત્ની મુકેશ અંબાણીના આ શબ્દો અને વાતો સાંભળીને ઈમોશનલ થઈ ગયા હતા. નીતા અંબાણીએ સ્માઈલ કરીને મુકેશ અંબાણીનો આભાર માન્યો હતો. આ સીન જોઈને મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સંતાનો આકાશ, ઈશા અને અનંત માટે પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.
આ પ્રસંગે મુકેશ અંબાણીએ નીતા અંબાણીને ખાસ સ્વદેસ સ્ટોરની થીમ પર આધારિત એક કેક પણ ગિફ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર નીતા અને મુકેશ અંબાણીના જૂના ફોટો પણ વાઈરલ થઈ રહ્યા છે. જોકે, આ વાઈરલ થઈ રહેલા આ વીડિયો પર લોકો ઉમળકાભેર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
નેટીઝન્સ આ જોડીને 'પાવર કપલ ગોલ્સ' કહી રહ્યા છે. કેટલાક યુઝર્સ કરી રહ્યા છે કે, અંબાણી કપલે સાબિત કરી આપ્યું છે કે સમય ગમે તેટલો બદલાય, પણ જે સંબંધના પાયામાં પ્રેમ અને વિશ્વાસ હોય તે સંબંધ હંમેશા અતૂટ રહે છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...

