Sun Sep 06 2026

Logo

અમેરિકા સામે લડવા માટે 70 લાખ ઈરાની તૈયાર! ટ્રમ્પને આવી ધમકી કોણે આપી?

Tehran   2026-04-02 21:27:56
Author: Vimal Prajapati
અમેરિકા સામે લડવા માટે 70 લાખ ઈરાની તૈયાર! ટ્રમ્પને આવી ધમકી કોણે આપી?

તહેરાનઃ અમેરિકા અને ઈરાન અત્યારે યુદ્ધ હવે સતત વધી રહ્યું છે, શાંતિની વાતો વચ્ચે પણ હુમલાઓ યથાવત જોવા મળી રહ્યાં છે. અમેરિકા દ્વારા ઈરાન પર અને ઈરાન દ્વારા અમેરિકા પર હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર મળતી રહે છે. આ યુદ્ધ શરૂ થયાને 1 મહિના કરતા પણ વધારે સમય થઈ ગયો છે.  આ દરમિયાન હવે ઈરાનની સંસદના સ્પીકરે દાવો કર્યો છે કે 70 લાખથી પણ વધારે ઈરાનીઓ અમેરિક સામે લડવા માટે તૈયાર છે. અમેરિકાને મળેલી આ સૌથી મોટી ધમકી પણ હોઈ શકે છે. ટ્રમ્પના દાવાઓ વચ્ચે અત્યારે ઈરાને મોટી ધમકી આપી દીધી છે.  

ઈરાની નેતાએ અમેરિકી રાષ્ટ્રપતિને ખુલ્લી ચેતવણી આપી

અત્રે ઉલ્લેખનીય છે કે, એક ઈરાની નેતાએ અમેરિકી રાષ્ટ્રપતિને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. ઈરાની નેતાએ કહ્યું કે તેમના દેશના લોકો હથિયાર ઉપાડવા માટે તૈયાર છે અને રાષ્ટ્રની રક્ષા માટે કંઈ પણ કરવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે, અમેરિકાને આ ધમકી મોહમ્મદ બાઘર ગાલિબાફે આપી છે. મોહમ્મદ બાઘર ગાલિબાફ દ્વારા સોશિયલ મીડિયા પર એવી અનેક પોસ્ટ શેર કરવામાં આઓવી છે તેમાં અમેરિકાને ચેતવણી સાથે ધમકીઓ પણ આપવામાં આવી છે. 

એક્સ પર પોસ્ટ કરી અમેરિકાને આપી ધમકી

ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધો પહેલાથી જ તણાવપૂર્ણ છે, બંને યુદ્ધના મેદાનમાં છે. તેવામાં હવે આવી ચેતવણી કંઈક મોટી પરિણામ તરફ ઇશારો કરી રહ્યું છે. એક્સ પર પોસ્ટ કરતા મોહમ્મદ બાઘર ગાલિબાફે લખ્યું કે, એક જ અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં આખા દેશમાં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન 70 લાખ ઈરાનીઓ સામે આવ્યાં અને કહ્યું કે તેઓ હથિયા ઉઠાવીને પોતાના દેશની રક્ષા કરવા માટે તૈયાર છે. 

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મોહમ્મદ બાઘર ગાલિબાફ વધુમાં લખ્યું કે, જો યુનાઇટેડ સ્ટેટ્સ કોઈપણ પ્રકારની આક્રમક કાર્યવાહી કરશે, તો ઈરાનના લોકો એક થયા છે અને જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે એમ પણ સૂચવ્યું કે આ ફક્ત સરકાર માટે જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકો માટે પણ એક લડાઈ હશે. હવે અમેરિકા દ્વારા મામલે કેવી પ્રતિક્રિયા આપવામાં આવે છે તે જોવાનું રહેશે.