Mon Oct 05 2026

Logo

મહારાષ્ટ્રના ગિગ વર્કર્સ માટે વિધાનસભામાં બીલ લાવવામાં આવે; રઈસ શેખે ફડણવીસને લખ્યો પત્ર...

2026-02-15 16:19:42
Author: Savan Zalariya
મહારાષ્ટ્રના ગિગ વર્કર્સ માટે વિધાનસભામાં બીલ લાવવામાં આવે; રઈસ શેખે ફડણવીસને લખ્યો પત્ર...

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સેશન 23 ફેબ્રુઆરીના રોજથી શરુ થવાનું છે, એ પહેલા સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય રઈસ શેખે ગિગ અને પ્લેટફોમ વર્કર્સ માટે એક બિલ રજૂ કરવામાં આવે એવી માંગ રાજ્ય સરકાર સમક્ષ રજુ કરી છે. તેમણે ભિવંડીમાં એક લોજિસ્ટિક્સ પાર્ક વિકસાવવાની પણ માંગ કરી.

રઈસ શેખે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર લખીને જણાવ્યું કે 2023 માં, તમિલનાડુ સરકારે ગિગ વર્કર્સને તમિલનાડુ મેન્યુઅલ વર્કર્સ એક્ટ 1982 હેઠળ આવરી લેવા માટે કાયદામાં સુધારો કર્યો હતો. સરકારે ગિગ વર્કર્સને વીમા જેવા સામાજિક સુરક્ષા લાભો મળી રહે, એ માટે તમિલનાડુ પ્લેટફોર્મ-બેઝ્ડ ગિગ વર્કર્સ વેલ્ફેર બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. તેમણે મહારાષ્ટ્ર સરકારને ગિગ વર્કર્સના હિત માટે માટે બિલ રજૂ કરવા વિનંતી કરી હતી.

રઈસ શેખે પત્રમાં લખ્યું કે મહારાષ્ટ્રમાં 350 પ્લેટફોર્મ સાથે કામ કરતા લગભગ 5 લાખ ગિગ વર્કર્સ છે, જેમાંથી મોટા ભાગના મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં છે. તેમને કોઈ સામાજિકના લાભો મળતા નથી.  તેમણે યોગ્ય મહેનતાણું આપવામાં નથી આવી રહ્યું, તેમનામાં અસંતોષ વધી રહ્યો છે. ગિગ વર્કર્સને સુવિધાઓ અને સુરક્ષા પૂરી પાડવા માટે આગામી બજેટ સત્રમાં એક બિલ રજૂ કરવું જોઈએ.

નોંધનીય છે કે દેશભરમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સના અધિકારો માટેની માંગ કરવામાં આવી રહી છે, તાજેતરમાં એક રાષ્ટ્રીય સ્તરની હડતાળો પર કરવામાં આવી હતી. 

ભિવંડીમાં લોજિસ્ટિક્સ પાર્કની માંગ:

રઈસ શેખે ભિવંડીમાં એક લોજિસ્ટિક્સ પાર્ક વિકસાવવાની માંગ કરી. મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં ભિવંડી રઈસ શેખે જણાવ્યું કે ભિવંડી એશિયાનું સૌથી મોટું વેરહાઉસિંગ હબ છે અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર તેની ઓળખ બની છે. 

રઈસ શેખે જણાવ્યું કે ભિવંડીમાં પર્યાપ્ત માળખાગત સુવિધાઓ નથી, જેને કારણે રોજગારમાં વધારો થઇ રહ્યો નથી. 2025ના ચોમાસા સત્રમાં પ્રધાન ઉદય સામંતે ભિવંડીમાં લોજિસ્ટિક્સ પાર્કની સ્થાપનાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કામ થયું નથી. 

તેમણે લખ્યું કે બજેટ રજૂ કરતી વખતે મુખ્ય પ્રધાને ભિવંડીમાં લોજિસ્ટિક્સ પાર્કની સ્થાપના માટે હસ્તક્ષેપ કરવો જોઈએ.