Sun May 17 2026

Logo

મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ, ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટે તણાવ વધાર્યો

Washington, D.C.   2026-05-17 22:48:37
Author: Chandrakant Kanoja
Article Image

વોશિંગ્ટન : મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ પણ તણાવ યથાવત છે. હાલમાં બે દેશો વચ્ચે યુદ્ધ વિરામની સ્થિતી છે. જ્યારે  અમેરિકાના મીડિયાએ દાવો કર્યો છે કે જો  અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો નિષ્ફળ જશે તો ફરી યુદ્ધ થઇ શકે છે. અમેરિકા ઈરાન પણ હુમલો કરી શકે છે. જેના લીધે વૈશ્વિક તણાવમાં વધારો થયો છે.  

ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટમાં એઆઇ જનરેટ ફોટો શેર કર્યો 

અમેરિકા અને ઈરાન વચ્ચે હાલ વાટાઘાટો ચાલી રહી છે. જેમાં પાંચ મુદ્દાઓ પર બંને દેશોની વાત અટકી છે. તેમજ ફરી યુદ્ધના સંકેત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટે જ આપ્યા છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક એઆઇ જનરેટ ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતે મેક અમેરિકા ગ્રેટ અગેઇન વાળી લાલ ટોપી પહેરીને નૌ સેના અધિકારી સાથે  યુદ્ધ જહાજ પર ઉભા છે. તેમજ સમુદ્રમાં પાછળ તણાવનો માહોલ છે અને ઈરાની જહાજ  ઉભા થયા છે. તેમજ  તસવીર સાથે ટ્રમ્પે લખ્યું કે, આ તોફાન પૂર્વેની શાંતિ છે. જેની બાદ ચર્ચા શરૂ થઇ છે કે અમેરિકા કોઇ મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે.

ટ્રમ્પ સતત ઈરાનને ચેતવણી પણ આપી રહ્યા છે

 આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ચેતવણી પણ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો ઇરાન આ સમજૂતી માટે રાજી નહિ થાય તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે. પરંતુ એકબીજા પર વિશ્વાસના અભાવે કોઇ નક્કર સમજૂતી થવી હાલ તો અશક્ય લાગી રહ્યું છે.