નવી દિલ્હીઃ દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી લિ.નું તેનાં માસિક ધોરણે વેચાણ ગત માર્ચ, 2025નાં 1,80,077 યુનિટ સામે 34.6 ટકાની વૃદ્ધિ સાથે અત્યાર સુધીની સૌથી વધુ 2,42,688 યુનિટની સપાટીએ રહ્યું હોવાનું એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. એકંદરે ગત મહિનામાં થયેલું સ્થાનિકમાં વેચાણ અથવા તો ડીલરોને રવાનગી પણ મે, 2025ના 1,38,690 યુનિટ સામે સૌથી વધુ વધીને 1,93,535 યુનિટની સપાટીએ રહ્યું હતું, જ્યારે અન્ય ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સને વેચાણ 7239 યુનિટના સ્તરે રહ્યું હતું. તેમ જ ગત મે મહિનામાં વાહનોની નિકાસ મે, 2025ના 31,219 યુનિટ સામે વધીને 41,914 યુનિટની સપાટીએ રહી હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું.
કંપનીના જણાવ્યાનુસાર ગત મે મહિનામાં અલ્ટો અને એસ-પ્રેસો જેવી મીની કારનું વેચાણ વધીને 16,275 યુનિટ (6776 યુનિટ)ના સ્તરે, બલેનો, સેલેરિયો, ડીઝાયર, ઈગ્નિસ, સ્વિફ્ટ અને વેગન આર જેવી કોમ્પેક્ટ કારનું વેચાણ વધીને 81,555 યુનિટ (61,960 યુનિટ), બ્રીઝા, અર્ટિગા, ઈ વિટારા, ફ્રોનેક્સ, ગ્રાન્ડ વિટારા, ઈન્વિક્ટો, જિમી, વિટારા અને એક્સએલ-6 જેવાં યુટલિટી વાહનોનું વેચાણ વધીને 79,267 યુનિટ (54,899 યુનિટ), વાન (ઈકો)નું વેચાણ વધીને 13,240 યુનિટ (12,327 યુનિટ) અને હળવા વેપારી વાહન સુપર કેરીનું વેચાણ મે, 2025ના 2728 યુનિટ સામે વધીને 3198 યુનિટના સ્તરે રહ્યું હતું.