Sun Sep 13 2026

Logo

મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો, કહ્યું મારી ઉમેદવારી રદ કરાવવાનો કર્યો પ્રયાસ

2026-04-11 17:03:27
Author: Chandrakant Kanoja
મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો, કહ્યું મારી ઉમેદવારી રદ કરાવવાનો કર્યો પ્રયાસ

મેદિનીપુર: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી મુદ્દે તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં જોતરાયા છે.જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપે ભવાનીપુર બેઠક માટે તેમની ઉમેદવારી રદ કરવા માટે કાવતરું ઘડ્યું હતું. 

મારી વિરુદ્ધ ખોટો કેસ નોંધવાનો પ્રયાસ કર્યો

મમતા બેનર્જીએ મેદિનીપુરના કેશિયારીમાં  એક રેલીને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, ભાજપે કથિત રીતે ચૂંટણી પંચની મદદથી તેમના વિરુદ્ધ ખોટો કેસ નોંધવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય જનતાએ આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો  હતો. 

SIRમાં 90 લાખ મતદારોના નામ દૂર કરવાનો આરોપ 

મમતા બેનર્જીએ એ  SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી 90 લાખ મતદારોના નામ  દૂર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.  જ્યારે ભાજપ નેતા સુવેન્દુ અધિકારી ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. 

 ઇવીએમ સાથે  છેડછાડ કરવાની પણ યોજના

મમતાએ આરોપ લગાવ્યો કે ભાજપ પાસે  લોકશાહી માધ્યમથી ચૂંટણી લડવાની અને જીતવાની હિંમતનો અભાવ છે, અને તેથી ષડયંત્ર રચી ટીએમસીને હરાવવાના પ્રયાસ કરી રહ્યા છે. જેના લીધે મતદારોના નામ કાઢી રહ્યા છે.તેમજે તે આગામી દિવસોમાં ઇવીએમ સાથે  છેડછાડ કરવાની પણ યોજના બનાવી રહ્યા છે.