Sat Mar 07 2026

Logo

અર્જુન કપૂર નહીં પણ આ ખાસ વ્યક્તિ સાથે વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેટ કર્યો મલાઈકા અરોરાએ? ફોટો થયા વાઈરલ...

1 week ago
Author: Darshana Visaria
Article Image

છૈયા છૈયા ગર્લ અને બોલીવૂડની ફિટનેસ ક્વીન મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવતી રહે છે, પછી તે અર્જુન કપૂર સાથેનું બ્રેકઅપ હોય કે મિસ્ટ્રી મેન સાથે વેલેન્ટાઈન્સ ડેનું સેલિબ્રેશન કરવાનું હોય. હાલમાં સોશિયલ મીડિયા પર મલાઈકાના કેટલાક ફોટો વાઈરલ થઈ રહ્યા છે જે જોતા એવું લાગી રહ્યું છે કે અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ બાદ હવે તેની જિંદગીમાં કોઈ નવા વ્યક્તિની એન્ટ્રી થઈ છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી... 

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં ફોટામાં જોવા મળે છે કે 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન્સ ડેના મલાઈકા ઈટલીના રોમમાં આવેલા ફેમસ ટ્રેવી ફાઉન્ટેન પર જોવા મળી હતી. આ ફોટોમાં મલાઈકા મિસ્ટ્રી મેન સાથે જોવા મળી રહી છે. નેટિઝન્સ આ ફોટો જોઈને એવી અટકળો લગાવી રહ્યા છે કે અર્જુન બાદ મલાઈકાના જીવનમાં નવા બોયફ્રેન્ડની એન્ટ્રી થઈ છે. જોકે, કેટલાક લોકો આ ફોટોને એક પીઆર સ્ટંટ પણ ગણાવી રહ્યા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Boss Lady (@beingabosslady)

અહીંયા તમારી જાણકારી માટે કે આ પહેલાં પણ મલાઈકા અરોરાનું નામ મિસ્ટ્રી મેન સાથે જોડાઈ ચૂક્યું છે. ગયા વર્ષે પણ મુંબઈમાં એક કોન્સર્ટ દરમિયાન મલાઈકા એક વ્યક્તિ સાથે વાત કરતી જોવા મળી હતી. તે સમયે ઈન્સ્ટાગ્રામ પર ચર્ચાઓ થઈ રહી હતી કે મલાઈકા ૩૩ વર્ષીય ડાયમંડ મર્ચન્ટ હર્ષ મહેતા છે. જોકે, મલાઇકા કે હર્ષ તરફથી ક્યારેય પોતાના રિલેશનશિપને લઈને કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. 

થોડાક સમય પહેલાં આપેલા એક ઈન્ટરવ્યુમાં મલાઈકાએ આવી અફવાઓ પર મૌન તોડતા કહ્યું હતું કે, લોકોને વાતો કરવી ગમે છે. જો તમે કોઈની સાથે બહાર જાવ તો તે મોટી ચર્ચાનો વિષય બની જાય છે. હું આવી નકામી વાતોને હવા આપવા માંગતી નથી. મલાઈકાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે, જ્યારે પણ હું કોઈ જૂના મિત્ર, ગે ફ્રેન્ડ કે મેનેજર સાથે બહાર નીકળું છું, ત્યારે તરત જ મારું નામ તેની સાથે જોડી દેવામાં આવે છે. મારી મમ્મી પણ મને ફોન કરીને પૂછે છે કે 'બેટા, આ હવે કોણ છે?' હવે આ બધું એક મજાક બની ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મલાઈકાએ ઈટલીના આ લેટેસ્ટ વાઈરલ ફોટો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ફેન્સમાં આ 'મિસ્ટ્રી મેન' વિશે જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે.