Wed Aug 26 2026

Logo

પશ્ચિમ બંગાળના રાજકારણમાં મેજર અપસેટ, મમતા બેનર્જીની જ ટીએમસીમાંથી હકાલપટ્ટી

2026-06-22 20:22:32
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળના રાજકારણમાં મેજર અપસેટ, મમતા બેનર્જીની જ ટીએમસીમાંથી હકાલપટ્ટી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં એક મહત્વના રાજકીય ઘટનાક્રમમાં વિધાનસભામાં વિપક્ષ નેતા ઋતબ્રત બેનર્જીએ પાર્ટીના સ્થાપક મમતા બેનર્જીની ટીએમસીમાંથી હકાલપટ્ટી કરી છે. તેમજ તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને સસ્પેન્ડ કરીને નવી ટીએમસી સમિતિની રચના કરી છે.

ટીએમસીમાં ચાલી રહેલો સત્તા સંઘર્ષ વધુ તીવ્ર બન્યો

આની સાથે જ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ટીએમસી માં ચાલી રહેલો સત્તા સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. જેમાં  બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના એક જૂથે એક મોટો નિર્ણય લીધો છે. પોતાની પાર્ટીને  સાચી  ટીએમસી જાહેર કરવામાં આવી છે. આ જૂથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મમતા બેનર્જીને તેમના પદ પરથી દૂર કરવાની અને પાર્ટીના સેકન્ડ-ઇન-કમાન્ડ અભિષેક બેનર્જીને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. 

અરૂપ રોયને પાર્ટીના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા 

આ અંગે ઋતબ્રત જૂથે રવિવારે ન્યૂ ટાઉનની એક હોટલમાં એક બેઠક યોજી હતી. આ બેઠકમાં 60 ધારાસભ્યો અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના 70 કાઉન્સિલરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં  હાવડા સેન્ટ્રલના ધારાસભ્ય અરૂપ રોયને પાર્ટીના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.