તેહટ્ટા: પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા ફરી એક વાર ઈંડા ફેંકવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ નાદિયા જિલ્લાના તેહટ્ટા ખાતે સાંસદ મહુઆ મોઇત્રા પર ઈંડા ફેંકવા આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કાળા ઝંડા લહેરાવ્યા અને ગો બેકના નારા લગાવ્યા
આ ઘટના અને ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકરોએ તેમના પર ઈંડા ફેંક્યા હતા. તેમણે કાળા ઝંડા લહેરાવ્યા અને ગો બેકના નારા લગાવ્યા હતા. તેમજ ઘટનાસ્થળે પોલીસની હાજરી હોવા છતાં ઈંડા ફેંકવામાં આવ્યા હતા.
પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હતી
મહુઆ મોઇત્રા તેહટ્ટામાં પક્ષની બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ અંગે પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ તેઓ જ્યારે ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. આ ઘટના દરમિયાન તેમના ચહેરા પર ઈંડાના છોતરાં જોવા મળ્યા હતા.
Big shout out to Hon’ble Justice Dipankar Datta ! MiLord - I came to my constituency for a mtng informing @WBPolice & BJP workers with their help pelted eggs on me. True to your advice I faced them as a freedom fighter faced bullets. https://t.co/CxO3ApzjPL
— Mahua Moitra (@MahuaMoitra) September 16, 2026
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો
મહુઆએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યો હતો કે પોલીસની હાજરીમાં ઈંડાં કેવી રીતે ફેંકવામાં આવ્યા. તેમણે ધ્યાન દોર્યું હતું કે આવી ઘટનાઓ અંગે અદાલતના નિર્દેશો પહેલેથી જ અમલમાં છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વિરોધ પ્રદર્શનમાં સામેલ ભાજપના 7 થી 10 કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને ઈંડાં ફેંકવાનું શરૂ કર્યું હતું.