Wed Sep 30 2026

Logo

મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસનો રોષ: CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ભીષણ વિરોધ પ્રદર્શન!

2026-09-28 17:05:52
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસનો રોષ: CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ભીષણ વિરોધ પ્રદર્શન!

મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસે સોમવારે રાજ્યભરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો કરી મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)માં ગેરરીતિ અને ભારતના ચૂંટણી પંચના પક્ષપાતી કાર્યપદ્ધતિનો દાવો કર્યો હતો. સીઈસી અને ઈસીઆઈ શાસક ભારતીય જનતા પાર્ટી વતી કામ કરી રહ્યા હોવાનો આરોપ પણ કોંગ્રેસે કર્યો હતો. 

પુણેમાં કોંગ્રેસના જિલ્લા એકમે કલેક્ટર ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી ડેપ્યુટી કલેક્ટર જ્યોતિ કદમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું. પુણે શહેર એકમના વડા પ્રશાંત જગતાપ અને વરિષ્ઠ નેતા મનોજ જોશીએ ભાગ લીધો હતો.

નાગપુરમાં, કોંગ્રેસના કાર્યકરોએ સંવિધાન ચોકમાં દેખાવો કર્યા અને કલેક્ટર કચેરી તરફ કૂચ કરી. નાગપુર શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રફુલ્લ ગુડધેએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે જ્ઞાનેશ કુમાર ભાજપ વતી કામ કરી રહ્યા છે. આ લોકશાહી પરઅને મતદાનના અધિકાર પર હુમલો છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ યાજ્ઞવલ્ક્ય જિચકરે કહ્યું કે જ્ઞાનેશ કુમારે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.

કોલ્હાપુરમાં પણ  કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર દેખાવો કર્યા, જેમાં કુમારના રાજીનામા અને ધરપકડની માંગણી કરવામાં આવી.