Mon Oct 05 2026

Logo

‘IPLની દરેક ટીમને ₹120 કરોડનું નુકસાન જઈ રહ્યું છે...’ લલિત મોદીનો BCCI પર લગાવ્યા ગંભીર

London   2026-04-07 14:16:00
Author: Savan Zalariya
‘IPLની દરેક ટીમને ₹120 કરોડનું નુકસાન જઈ રહ્યું છે...’ લલિત મોદીનો BCCI પર લગાવ્યા ગંભીર

લંડન: બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) હેઠળની ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) વિશ્વની સૌથી વધ્યું લેવ્યું ધરવતી લીગ ક્રિકેટ લીગ છે, એક અહેવાલ મુજબ વાર્ષિક આવકની દ્રષ્ટિએ યુએસ નેશનલ ફૂટબોલ લીગ (NFL) પછી IPL વિશ્વમાં બીજા ક્રમે આવે છે. એવામાં IPLના પૂર્વ ચેર પર્સન લલિત મોદીએ BCCI પર આરોપ લાગાવ્યો છે કે ખરાબ મેનેજમેન્ટને કારણે દરેક ફ્રેન્ચાઇઝીને આ સિઝનમાં 120 કરોડનું નુકશાન જશે.

એક સ્પોર્ટ્સ ચેનલ સાથે ઈન્ટરવ્યું દરમિયાન ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ એક મોટો ખુલાસો કર્યો છે, અને BCCI પર આરોપ લગાવ્યો છે કે મૂળ રીતે નક્કી થયેલા ફોર્મેટનું પાલન કરવા આવી રહ્યું નથી, જેને કારણે 2,400 કરોડ રૂપિયાની વધારાની આવક ગુમાવવાનો વારો આવ્યો છે, જેનાથી આ વર્ષે દરેક ટીમને 120 કરોડ રૂપિયાનું નુકશાન જશે.

લલિત મોદીએ કહ્યું કે IPLની હોમ-એન્ડ-અવે ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, IPLની કુલ 10 ટીમો મળીને આ સિઝનમાં કુલ 74 મેચો રમશે. અગાઉ નક્કી થયેલા ફોર્મેટ મુજબ કુલ 94 રમાવી જોઈએ, આ વર્ષે 20 મેચ ઓછી રમાશે.   

લલિત મોદીએ કહ્યું કે IPLની દરેક મેચની આવકના 50 ટકા BCCI ને મળે છે, અને બાકીના 50 ટકા ટીમોને વહેંચવામાં આવે છે. વર્ષ 2022 IPLની ટીમો સંખ્યા 8માંથી વધારીને 10 કરવામાં આવી હતી.

હોમ-એન્ડ-અવે ફોર્મેટ લાગુ કરવા સુચન:
લલિત મોદી સૂચવ્યું કે આ કથિત નુકસાનની ભરપાઈ કરવા માટે BCCI સંપૂર્ણ હોમ-એન્ડ-અવે ફોર્મેટ લાગુ કરવું જોઈએ. મૂળ નક્કી થયેલા ફોરમેટ મુજબ દરેક ટીમ અન્ય ટીમ સાથે બે વાર મેચ રમે છે, આમ લીગ રાઉન્ડમાં 90 મેચ રમાવી જોઈએ અને 4 નોકઆઉટ મેચ યોજાવી જોઈએ, આમ એક સિઝનમાં કુલ 94 મેચ રમાવી જોઈએ. નવી સુધારેલી હોમ-એન્ડ-અવે સિસ્ટમને કારણે IPL સિઝનમાં 74 મેચ રમાશે. આના પરિણામે IPL ફ્રેન્ચાઇઝીઓને નોંધપાત્ર નુકસાન થશે.

લલિત મોદીએ ગણિત સમજાવ્યું:
લલિત મોદીએ જણાવ્યું કે દરેક મેચમાં ₹118 કરોડ મળે છે, તો ફક્ત મીડિયા રાઇટ્સથી જ દરેક સિઝનમાં વધારાના ₹2,400 કરોડ જનરેટ થઇ શકે છે. BCCI ને ₹2,400 કરોડ વધારાની આવકમાંથી, ₹1,200 કરોડ 10 ટીમોને જશે વહેંચી શકે છે. ₹120 કરોડ દરેક ટીમને મળી શેકે, જેનાથી દરેક ટીમની વેલ્યુ આપ મેળે વધી શકે.  

લલિત મોદીએ કહ્યું, “ હોમ-એન્ડ-અવે ફોર્મેટમાં જ વેલ્યુ છે. જો કેલેન્ડરમાં જગ્યા ન હોય, તો ટીમોની સંખ્યા ન વધારશો. શું બધાએ આ માટે સહમત હતાં? હું ગેરંટી આપું છું કે તેમણે બધાની મંજુરી નથી લીધી.”

હાલનું ફોર્મેટ:
હાલના IPL ફોર્મેટ મુજબ, 10 ટીમોને પાંચ-પાંચના બે વર્ચ્યુઅલ ગ્રુપ્સમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ 14 લીગ મેચ રમશે.  એક ટીમ પોતાના ગ્રુપની અન્ય ચાર ટીમો સામે એક વખત મેચ રમશે, જ્યારે અન્ય  ગ્રુપની પાંચ ટીમો સામે બે મેચ રમશે.

આ વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK), કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR), રાજસ્થાન રોયલ્સ (RR),  રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS)ને ગ્રુપ-Aમાં રાખવામાં આવીઓ છે, જયારે મુંબઈ ઇન્ડિયન્સ (MI), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), ગુજરાત ટાઇટન્સ (GT), દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને ગ્રુપ-Bમાં રાખવામાં આવી છે.

રાજસ્થાન રોયલ્સ(RR)નું ઉદાહરણ લઇએ એતો IPL 2026ના લીગ રાઉન્ડમાં રાજસ્થાન રોયલ્સ CSK, KKR, RCB અને PBKS સામે એક-એક મેચ રમશે, MI, SRH, GT, DC અને LSG સામે બે-બે મેચ રમશે.