Fri Jul 10 2026

Logo

યશની 'Toxic' માટે કિયારાએ વસૂલ કરી તોતિંગ ફી! જાણીને ફેન્સ પણ ચોંકી ગયો

2026-07-09 22:50:44
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડની દમદાર વોઈસ ધરાવતી એક્ટ્રેસ કિયારા અડવાણીની નવી ફિલ્મ 'ટોક્સિક'માં એકથી એક બોલ્ડ સીન આપ્યા છે. બોલ્ડ સીનના કારણે તે ચર્ચામાં રહી છે. આ ફિલ્મ 26 ઓગષ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. આ પહેલા ફિલ્મનું ગીત તબાહી રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં કિયારાનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. યશ માટે 2026નું વર્ષ ખૂબ જ મોટું સાબિત થઈ શકે છે, જો તેની ફિલ્મ 'ટોક્સિક' બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરશે તો આ ફિલ્મ એના માટે માઈલસ્ટોન બની શકે છે.'KGF 2' પછી તેની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. 

કેટલી ફી લીધી લીડ સ્ટારે

કિયારા અડવાણીએ સુપરસ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક' માટે આશરે ₹15 કરોડ ફી લીધી છે; આટલી મોટી રકમ પહેલા ક્યારેય કોઈ પ્રોજેક્ટ માટે મળી નથી. આ દરમિયાન યશ ફિલ્મ માટે નફા-શેરિંગ મોડેલ પર કામ કરી રહ્યો છે, કારણ કે તે સહ-નિર્માતા પણ છે. એવી પણ અટકળો છે કે તેણે ₹50 કરોડ ફી લીધી છે. કિયારા અડવાણી ઉપરાંત, યશ અને ફિલ્મ નિર્માતાઓને પણ આ ફિલ્મના અંતરંગ દ્રશ્યો પર ભારે ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દિગ્દર્શક ગીતુ મોહનદાસને ફિલ્મની રચના અને તેમાં મહિલાઓને દર્શાવવાની રીત અંગે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે,જોકે આ બધા વચ્ચે કિયારા અડવાણી માટે આ એક મોટી ફિલ્મ છે. યશની ફિલ્મમાં પાંચ અભિનેત્રીઓ કામ કરી રહી છે. કિયારા અડવાણી, નયનતારા, રુક્મિણી વસંત, હુમા કુરેશી અને તારા સુતારિયાનો સમાવેશ થાય છે. જોકે, કિયારા ફિલ્મમાં યશની પ્રેમિકાની ભૂમિકા ભજવે છે.

સાઉથની મોટી ફિલ્મ બની શકે

કિયારાએ આ ફિલ્મ માટે સારી એવી મહેનત પણ કરી છે. આ ફિલ્મ હીટ જશે તો કિયારના ફિલ્મ કેરિયરની આ સૌથી મોટી ફિલ્મ સાબિત થશે. આ ઉપરાંત પૈસાની દ્રષ્ટિએ પણ અગાઉ કરતા મોટી રકમ પ્રાપ્ત થતા ફિલ્મ ખરા અર્થમાં માઈલસ્ટોન બની રહેશે. ત્રણ-ત્રણ વાર ફિલ્મ રિલીઝની ડેટમાં ફેરફાર કર્યા બાદ અંતે ઓગષ્ટ મહિનામાં રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એક ફિમેલ ડાયરેક્ટર તરીકે મેઈલ ડોમિનન્સી વાળી ફિલ્મ ડાયરેક્ટ કરવી એક ચેલેન્જ સમાન માનવામાં આવે છે. પણ યશે જે પાત્ર પ્લે કર્યું છે એની પાછળ ગીતુ મોહનદાસનું દમદાર અને ક્રિએટિવ દિમાગ છે. આ ફિલ્મ સાઉથની સૌથી મોટી ફિલ્મ પણ સાબિત થઈ શકે છે.