મુંબઈઃ કિયારા અડવાણી ફિલ્મ 'ટોક્સિક'ને લઈને ચર્ચામાં છે. હાલમાં તે પોતાનું વેકેશન એન્જોય કરી રહી છે, આ વેકેશનના ફોટો પણ સોશિયલ મીડિયામાં તેમણે પોસ્ટ કર્યા છે. સારાયા સાથે એના જે ફોટો પોસ્ટ કર્યા છે એમાં દીકરીની ચીજવસ્તુઓ પણ ફોટો રૂપે મૂકી છે. દીકરીના જન્મ બાદ 'ટોક્સિક' ફિલ્મ એનો પહેલો પ્રોજેક્ટ છે.
'ટોક્સિક' ફિલ્મ રીલિઝ થાય એ પહેલા જ વિવાદ અને ચર્ચામાં છે. કિયારાએ ફિલ્મના કેટલાક ખાસ સીનને લઈને મેકર્સ સામે પોતાની વાત રાખી છે, આ મુદ્દાથી ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનને લઈ નવી ચર્ચા શરૂ થઈ છે.

ફાઈનલ પ્રિન્ટ જોયા બાદ રીક્વેસ્ટ કરી
રિપોર્ટ અનુસાર, કિયારાએ ફિલ્મની ફાઈનલ આઉટપુટ પ્રિન્ટ જોયા બાદ ડાયરેક્ટર ગીતુ મોહનદાસ તથા એક્ટર યશને ખાસ રિક્વેસ્ટ કરી છે. એવું પણ જાણવા મળ્યું છે કે,કિયારાએ ફિલ્મના કેટલાક ઈન્ટીમેટ સીનની લંબાઈ ઓછી કરવા અને કેટલાક ઈન્ટીમેટ સીન કાઢી નાંખવાની પણ વાત કરી છે.
અગાઉ એવા વાવડ હતા કે, કિયારાએ યશ સાથે મળીને કેટલાક બોલ્ડ સીન શૂટ કર્યા હતા પણ એ સમયે ડાયરેક્ટરે ખાતરી આપી હતી કે, આવા સીન એમની સુરક્ષા અને કર્મ્ફ્ટને ધ્યાને રાખીને કરવામાં આવશે. રેકોર્ડિંગ પણ વ્યવસ્થિત કરાશે.પણ જ્યારે ફિલ્મની ફાઈનલ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ એ જોયા બાદ એક્ટ્રેસને લાગ્યું કે, આ પ્રકારના સીનનું જે પ્રેઝન્ટેશન છે એ થોડ઼ું અલગ છે. આ પછી એમાં ફેરફાર કરવા ઈચ્છા વ્યક્ત કરી.
ક્યા સીન અંગેની વાત છે એ નક્કી નથી
હવે કિયારા એક્ઝેટ ક્યા સીનને લઈને વાત કરે છે અને ફિલ્મમાં એ સીન પાછળની થીમ શું છે એ તો ફિલ્મ જોયા બાદ જ ખ્યાલ આવશે. કિયારાએ મેકર્સને સ્પષ્ટ કહી દીધું છે કે, એ સીનની લંબાઈ ટૂંકાવી દેવામાં આવે અથવા ફાઈનલ કટમાં એ સીન સોફ્ટ રાખવામાં આવે.

મા બન્યા બાદ નવી ઈનિંગ શરૂ કરનારી કિયારા પોતાની સ્ક્રિન ઈમેજ અને બોલ્ડપોઝને લઈને વધારે સિરિયસ છે, જોકે આ પહેલા તે વેબસીરિઝમાં ડબલ મિનિંગ પોઝ આપી ચૂકી છે. હવે કિયારાની આ વાતમાં કેટલું સત્ય છે અને ફિલ્મ સંબંધીત એડિટિંગ કેવું છે એ અંગે કોઈ ખાતરી મળી નથી. કિયારા આ વિષય પર વાત કરતી નથી અને ફિલ્મ પ્રોડક્શન હાઉસ તરફથી પણ કોઈ નિવેદન સામે આવ્યું નથી. ફિલ્મ આ પહેલા પણ કેટલાક સીનને લઈને ચર્ચામાં રહી છે. એ પછી રીલિઝ ડેટને લઈને ચર્ચામાં હતી.
નવી ડેટની રાહ જોવાઈ રહી છે
ટીઝરમાંથી ખ્યાલ આવે છે કે, કબ્રસ્તાન પાસે પાર્ક કરેલી કારમાં જે થઈ રહ્યું છે એના પરથી બોલ્ડ સીનનો અંદાજો લગાવી શકાય છે. આ સીનની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા પણ થઈ હતી. પણ હકીકત શું છે અને વાર્તા શેની છે એ ફિલ્મ રીલિઝ થયા બાદ જ ખ્યાલ આવે. ફિલ્મની સ્ટારકાસ્ટ ઘણી મોટી છે અને ફિલ્મનું બજેટ પણ કરોડોમાં છે. દિગ્ગજ કલાકારોને ચમકાવતી ફિલ્મની સ્ટોરીલાઈન પર દર્શકોની નજર છે. હવે રીલિઝ ડેટની રાહ જોવાઈ રહી છે. અગાઉ 'ધુરંધર' ફિલ્મ સાથે ક્લેશ થતી હોવાથી ફિલ્મ વિલંબમાં પડી હતી. એ પછી બે-બે વાર ડેટ રદ્દ થતા હવે નવી ડેટની રાહ જોવાઈ રહી છે.