Sat May 30 2026

Logo

ITR AY 2026-27: બે ઘર અને ભાડાની આવક પર નવા નિયમ લાગૂ, રિટર્ન ભરતા પહેલા જાણી લો આ ફેરફાર

2026-05-30 12:49:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે (ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ) અસેસમેન્ટ યર 2026-27 માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ITR-1, ITR-2 અને ITR-4 ના ઓનલાઇન ફોર્મ અને એક્સેલ યુટિલિટીઝ તબક્કાવાર રીતે જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. આ યુટિલિટીઝ ઉપલબ્ધ થવાની સાથે જ, ટેક્સપેયર્સ (કરદાતાઓ) ફાઇનાન્સિયલ યર 2025-26 માટે પોતાનું ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું શરૂ કરી શકે છે.

પરંતુ આ વર્ષે આઇટીઆર (ITR) ફોર્મ અને ડિસ્ક્લોઝર (માહિતી જાહેર કરવાના) નિયમોમાં ઘણા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો સામાન્ય નાગરિકો, નોકરિયાત લોકો, મકાન માલિકો અને નાના વેપારીઓ દ્વારા રિટર્ન ફાઇલ કરવાની રીતને અસર કરી શકે છે.

ભાડાની આવક મેળવતા કરદાતાઓ માટે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અસેસમેન્ટ યર 206-27 માટે, ITR-1 અને ITR-4 ફોર્મમાં હવે એક વિશેષ કોલમ ઉમેરવામાં આવી છે, જેનું શીર્ષક છે - "એવી ભાડાની રકમ જે વસૂલ કરી શકાઈ નથી". આ જોગવાઈ એવા મકાન માલિકો માટે લાવવામાં આવી છે જેઓ નાણાકીય વર્ષ દરમિયાન ભાડૂતો પાસેથી ભાડું વસૂલ કરવામાં અસમર્થ રહ્યા હતા. આ પહેલાં, વસૂલ ન થયેલા ભાડાની માહિતી આપવા માટે કોઈ અલગ કોલમ નહોતી, જેના કારણે રિપોર્ટિંગમાં પારદર્શિતાનો અભાવ રહેતો હતો.

આ નવી કોલમ ઉમેરાવાથી સ્પષ્ટતા વધવાની અપેક્ષા છે અને તેનાથી કરદાતાઓને તેમની ભાડાની આવક તથા તેના પર મળનારી છૂટની સચોટ માહિતી આપવામાં મદદ મળશે.

બીજી તરફ, આ વર્ષે સૌથી મોટી રાહત એવા લોકો માટે છે જેઓ બે રહેણાંક મિલકતો (આવાસીય સંપત્તિ) ના માલિક છે. કરદાતાઓ હવે પાત્રતાની શરતોને આધીન રહીને, ITR-1 અને ITR-4 જેવા સરળ રિટર્ન ફોર્મનો ઉપયોગ ચાલુ રાખીને જ બે રહેણાંક મિલકતોમાંથી થતી આવકની માહિતી આપી શકે છે.

જુનો કેપિટલ ગેઇન્સ (Old Capital Gains)

સરકારે નવા આઇટીઆર (ITR) ફોર્મમાં કેપિટલ ગેઇન્સના રિપોર્ટિંગની જરૂરિયાતોને સરળ બનાવી દીધી છે. અસેસમેન્ટ યર (AY) 2025-26 માટે, કેન્દ્રીય બજેટમાં કરવામાં આવેલા ફેરફારોને કારણે કરદાતાઓએ 23 જુલાઈ, 2024 પહેલાં અને પછી કરવામાં આવેલા વ્યવહારોથી થયેલા કેપિટલ ગેઇન્સનું અલગ-અલગ રિપોર્ટિંગ કરવું પડ્યું હતું.

અલગ-અલગ સમયગાળા માટે અલગ-અલગ ટેક્સના દર લાગુ હતા, જેના કારણે ઘણા રોકાણકારોમાં મૂંઝવણની સ્થિતિ ઊભી થઈ હતી. લિસ્ટેડ ઇક્વિટી શેર્સ પર લાગુ થતા જૂના કેપિટલ ગેઇન્સ ટેક્સના દર – જે શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન્સ (STCG) માટે 15% અને લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) માટે 10% હતા – તે હવે ફાઇનાન્સિયલ યર (FY) 2025-26 ના રિપોર્ટિંગ માટે પ્રાસંગિક નથી.

તેના પરિણામે, તે જૂના દરો સાથે જોડાયેલા અલગ રિપોર્ટિંગ કોલમને સંબંધિત ITR ફોર્મમાંથી હટાવી દેવામાં આવ્યા છે, જેથી રોકાણકારો માટે રિટર્ન ફાઇલ કરવાનું વધુ સરળ બની ગયું છે.