Fri Jun 19 2026

Logo

કેવિન પીટરસનના મતે આ ટીમ પહોંચશે ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલમાં

2026-03-05 18:33:59
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ ન્યૂ ઝીલૅન્ડ બુધવારે કોલકાતામાં સાઉથ આફ્રિકા સામે વન-સાઇડેડ મુકાબલામાં જીતીને બીજી વખત ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું ત્યાર પછી હવે ઇંગ્લૅન્ડ સામે ભારતનો આજે બીજી સેમિ ફાઇનલમાં મુકાબલો છે અને એ વિશે સાઉથ આફ્રિકામાં જન્મેલા ભૂતપૂર્વ ઇંગ્લિશ બૅટ્સમૅન કેવિન પીટરસને (Kevin Pietersen) આગાહી કરી છે કે ઇંગ્લૅન્ડ આજે ભારતને હરાવશે.

ઇંગ્લૅન્ડ (England) સામે ભારત (India)નો હેડ-ટુ-હેડ રેકૉર્ડ બહુ સારો છે જેમાં ટી-20 વર્લ્ડ કપમાં ભારત 3-2થી અને એકંદરે ટી-20 ફૉર્મેટમાં ભારત 17-12થી આગળ છે.

કેવિન પીટરસને કહ્યું છે કે `મને વિશ્વાસ છે કે રવિવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલમાં ઇંગ્લૅન્ડ રમશે. એ જંગ જોરદાર બની રહેશે.'

પીટરસનનો જન્મ 1980માં સાઉથ આફ્રિકાના પીટરમૅરિટ્ઝબર્ગમાં થયો હતો. તેની માતા ઇંગ્લૅન્ડના અને પિતા સાઉથ આફ્રિકાના છે. પીટરસનનો ઉછેર પણ સાઉથ આફ્રિકામાં થયો હતો, પરંતુ તે ક્યારેય એ દેશ વતી નહોતો રમ્યો અને ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયા બાદ ઇંગ્લૅન્ડ વતી 2004થી 2014 દરમ્યાન કુલ 280 જેટલી આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો હતો.