Sun Jul 26 2026

Logo

સબરીમાલામાં મહિલાઓને દર્શન માટે પ્રવેશને લઈ સરકારનું વલણ નરમ

2026-03-14 21:38:00
Author: Vimal Prajapati
Article Image

પંબાઃ કેરળના સબરીમલા મંદિરમાં એક ખાસ ઉંમરના મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધના મામલામાં, કેરળની વામ લોકતંત્રશાહી સરકારે શનિવારે પોતાના અગાઉના વલણને થોડું નરમ કરી દીધું છે.વર્ષોથી ચાલતી ધાર્મિક પરંપરામાં ફેરફાર કરવાથી પહેલા તે ધર્મના વિદ્વાનો અને સામાજિક સુધારકો સાથે વ્યાપક પરામર્શ કરવો જરૂરી છે. 

લેખિતમાં આપ્યું નિવેદન
સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના લેખિત નિવેદનમાં જણાવ્યું કે, અદાલત ધાર્મિક પ્રથાઓની સમીક્ષા કરે,ત્યારે તે એ તપાસ કરતી નથી કે તે પ્રથા તર્કસંગત છે કે નહીં. પણ વસ્તું ધ્યાને લે છે કે, લાખો લોકો તેને ધાર્મિક આસ્થાથી જુએ છે અને ઈમાનદારીથી તેનું પાલન પણ કરે છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, જો કોઈ જૂની ધાર્મિક પરંપરાની ન્યાયિક સમીક્ષા કરવી હોય, તો પહેલા તે ધર્મના વિદ્વાનો અને સામાજિક સુધારકો મત જાણવો જોઈએ. આ પછી કોર્ટે વિચાર કરીને નિષ્પક્ષ નિર્ણય જાહેર કરવો જોઈએ.

મહિલાઓને દર્શન માટે પ્રતિબંધ
આ કેસ એ નિર્ણય સાથે જોડાયેલો છે જેમાં 28મી સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓને દર્શન માટે પ્રતિબંધ જાહેર કરી દીધો હતો. હવે આ નિર્મણ સાથે જોડાયેલી સમીક્ષા સાથેના મુદ્દાઓ પર કોર્ટમાં સુનાવણી થવાની છે. વકીલ જયદીપ ગુપ્તા અને વકીલ નિશે રાજને લેખિત નિવેદનમાં કહ્યું હતું કે,સબરીમાલા મંદિર સાથે જોડાયેલા અગાઉના અનુભવ અને શ્રદ્ધાળુઓની પ્રતિક્રિયા જેમાં મહિલા ભાવિકો પણ સામેલ છે. સરકાર પણ એનું સમર્થન કરી રહી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે 9 જજોની એક બેંચ બનાવી હતી. સાત મહત્ત્વના સવાલના જવાબ આ જજ આપી શકે છે. હવે પછીની સુનાવણી 7 એપ્રિલના રોજ થશે

ભગવાન ઐય્યપાને સમર્પિત મંદિર
આ મંદિર ભગવાન અય્યપ્પાને સમર્પિત છે અને અહીં સદીઓથી ચાલતી પરંપરા મુજબ 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને મંદિર પ્રવેશ પર પ્રતિબંધ હતો. માન્યતા મુજબ ભગવાન અય્યપ્પા બ્રહ્મચારી માનવામાં આવે છે, તેથી આ ઉંમર જૂથની મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો ન હતો.કેરળના ધાર્મિક સંગઠનો વચ્ચે અનેક વખત આ મંદિરને લઈને વિવાદ પણ થઈ ચૂક્યો છે. હવે 7 એપ્રિલના રોજ આ મંદિરને લઈને વધુ વિગત સ્પષ્ટ થઈ જશે.