Sat Sep 05 2026

Logo

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા રાજીનામા બાદ રાજ્યસભાની ઓફર ફગાવી, રાજ્યના રાજકારણમાં સક્રિય રહેશે

2026-05-28 17:46:24
Author: Chandrakant Kanoja
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા રાજીનામા બાદ રાજ્યસભાની ઓફર ફગાવી, રાજ્યના રાજકારણમાં સક્રિય રહેશે

બેંગલુરુ : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય થવાની ઓફરને નકારી છે. તેમજ સ્પષ્ટ કર્યું છે તે રાજ્યસભામાં નહિ જાય.  તેમણે કહ્યું, "હું કર્ણાટકના રાજકારણમાં સક્રિય રહીશ. મને રાષ્ટ્રીય રાજકારણમાં કોઈ રસ નથી.

આંતરિક વિખવાદની અટકળોને ફગાવી

આ ઉપરાંત તેમણે કોંગ્રેસમાં કોઈપણ આંતરિક વિખવાદની અટકળોને ફગાવી હતી. સિદ્ધારમૈયાએ ભારપૂર્વક જણાવ્યું કે કર્ણાટક કોંગ્રેસ એક પરિવારની જેમ એક રહેશે. તેમણે ટિપ્પણી કરી, હું હંમેશા માનતો રહ્યો છું કે આપણે એક પરિવારની જેમ સાથે ઊભા રહેવું જોઈએ. મારા કાર્યકાળ દરમિયાન, મેં દરેક સાથે સમાન વર્તન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો. 

સિદ્ધારમૈયા કર્ણાટકના રાજકારણમાં સક્રિય રહેશે

તેમણે સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ તરત જ એક પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે કહ્યું  કે તેઓ નવા મુખ્યમંત્રી માટે માર્ગ મોકળો કરી રહ્યા હતા. પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં તેમને કોઈ રસ નથી. તેમણે કહ્યું કે  બે દિવસ પૂર્વે હાઇકમાન્ડે મને પદ છોડી દેવાનું કહ્યું  અને તેથી મેં રાજીનામું આપી દીધું. છે. વર્ષ 2006 માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા સિદ્ધારમૈયાએ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કર્ણાટકના રાજકારણમાં સક્રિય રહેશે અને રાજ્યસભામાં જવાના પક્ષમાં નથી.

અંતિમ કેબિનેટ બેઠક લીડ કરી હતી

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પૂર્વે તેમણે બેંગલુરુમાં તેમની અંતિમ કેબિનેટ બેઠક લીડ કરી હતી.  આ બેઠક દરમિયાન સિદ્ધારમૈયા ભાવુક થઈ ગયા હતા. તેમણે તેમના કેબિનેટ સાથીએ કહ્યું કે ,છેલ્લા 20 વર્ષોમાં મેં તમારા બધા પર ગુસ્સો કર્યો છે. જોકે  મેં આ બધું ફક્ત પક્ષના હિત માટે કર્યું છે.