Tue Oct 06 2026

Logo

બોલિવૂડની મેન્ટાલિટીને લઈ કરીનાએ કહી વિચારવા જેવી વાત, દરેક ફિલ્મ 500 કરોડ ન કમાઈ આપે

2026-09-10 10:40:00
Author: Mumbai Samachar Team
બોલિવૂડની મેન્ટાલિટીને લઈ કરીનાએ કહી વિચારવા જેવી વાત, દરેક ફિલ્મ 500 કરોડ ન કમાઈ આપે

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર પોતાની આવનારી ફિલ્મ 'દાયરા'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 18 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. બેબો આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને પ્રોમો ઈવેન્ટના શેડ્યુલમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે બોલિવૂડની હેડ મેન્ટાલિટી પર દિલ ખોલીને વાત કરી હતી. 'એનિમલ' ની સફળતાને લઈને તેણે ઉદાહરણ સાથે ટોણો માર્યો હતો. 

ઝોનર જોઈને લોકો ફિલ્મ જોવા નથી આવતા
કરીનાએ કહ્યું કે, હવે દર્શકો પહેલા કરતા વધાર સમજદાર થઈ ગયા છે. હવે તેઓ કોઈ સ્ટાર, એક્ટર, એક્ટ્રેસ કે ઝોનરને જોઈને ફિલ્મ જોવા માટે આવતા નથી. જેટલું અમે વિચારીએ છીએ એના કરતા અમારા દર્શકો ઘણા અંશે વધારે સમજદાર છે. તેઓ જાણે છે કે, સારી ફિલ્મ કઈ છે અને તે ફિલ્મ માટે માટે શા માટે આવે છે.હવે માત્ર વાતો યંગ લવસ્ટોરીની થતી નથી. આ બધી વસ્તુઓ હવે ઘણી જુની થઈ ગઈ છે હવે તો મારધાડ અને હિંસા ચાલે છે. કેટલાક એવા પણ ફિલ્મ મેકર્સ છે જે તમારા વિચારોની આખી પ્રોસેસને હલાવી દે છે. મને એવું લાગે છે કે, હવે ઘણી બધી વસ્તુઓ બદલી રહી છે. આ માટે ઘણું કામ થઈ રહ્યું છે. હવે દર્શકો માત્ર ટ્રેલર જોઈને કહે છે કે, આપણે ફિલ્મો જોવી જોઈએ. 'એનિમલ' ફિલ્મ 2023માં રિલીઝ થઈ હતી અને જબરદસ્ત એક્શન ફિલ્મ હતી. 900 કરોડના ટોટલ ક્લેક્શન સાથે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. 

દરેક ફિલ્મ 500 કરોડ કમાય એવી નથી હોતી
કરીનાએ કહ્યું કે, આજની યંગ ઓડિયન્સ એવા પ્રશ્નો કરશે જેના જવાબ આપતા પહેલા તમારે સો વાર વિચાર કરવો પડશે. પહેલા તો તેઓ વિચાર કરવા માટે મજબૂર કરી દેશે. હવેના ફિલ્મ મેકર્સ એ વિચારીને ફિલ્મ નથી બનાવતા કે, આ ફિલ્મ કોમેડી છે પણ લોકો આવશે. દરેક ફિલ્મ 200 કે 500 કરોડ કમાઈ આપે એવી નથી હોતી. મને એવું લાગે છે કે, ઈન્ડસ્ટ્રીના લોકો આ મુદ્દાને ધીમે ધીમે બદલી રહ્યા છે અને દર્શકો આ વિષયમાં અમને સાથ-સહકાર આપી રહ્યા છે. 'દાયરા' ફિલ્મમાં કરીના એક ઉચ્ચ પોલીસ અધિકારીનો રોલ પ્લે કરી રહી છે. ફિલ્મનું ટ્રેલર આવી ચૂક્યું છે એના પરથી એટલું કહી શકાય કે, બે અલગ અલગ કેસની વાત થઈ રહી છે. ઈન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે કરીનાનો લૂક અને પર્સનાલિટી તેની બાકીની તમામ ફિલ્મ કરતા ઘણી અલગ છે. આ ફિલ્મ મેઘના ગુલઝારે બનાવી છે અને તે સત્યઘટનાથી પ્રેરિત છે. આ ફિલ્મમાં હૈદરાબાદનો એક કિસ્સો કેન્દ્રમાં છે પણ મેકર્સ કહે છે કે, માત્ર એક કિસ્સાની વાત નથી ઘણા કેસને ભેગા કરીને એક કેસ ડિઝાઈન કરાયો છે.