મુંબઈ: સંજય લીલા ભણસાલી જેવા દિગ્ગ્જ ડાયરેક્ટર સાથે કામ કરવાનું સપનું દરેક કલાકારનું હોય છે. જોકે 'બેબો' એટલે કરીના કપૂરે વર્ષો પહેલા સંજય સાથે કામ નહીં કરવાના સોગંધ લીધા હતા, પરંતુ હવે લાગે છે તે પોતાની સોગંધ તોડવા જઈ રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંજયે એક ફિલ્મ માટે કરીનાને અપ્રોચ કરવામાં આવી છે. આ ફિલ્મમાં હીરો તરીકે ધનુષ જોવા મળશે.
સંજય લીલા ભણસાલીએ કર્યો કરીના સાથે સંપર્ક
એક રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલીએ કરીના અને ધનુષને એક ખાસ ફિલ્મ માટે કરીના અને ધનુષનો સંપર્ક કર્યો હતો. જો તક મળશે તો કરીના અને સંજય પહેલીવાર સાથે કામ કરશે. આ સાથે જ ધનુષ અને કરીના પણ પહેલીવાર ફિલ્મી પડદે સાથે દેખાશે. જો કે કરીનાએ આ બાબતે સ્પષ્ટતા કરી નથી.
આ એક પૌરાણિક કથાઓ સબંધિત ફિલ્મ હશે. આ ફિલ્મની સ્ટોરી હાથી આસપાસ ફરશે. આ ફિલ્મના પ્રોડ્યુસર સંજય લીલા ભણસાલી રહેશે અને પ્રોડ્યુસર પી. એસ. મિથુન હશે. આ ફિલ્મનું અંદાજિત શૂટિંગ 2027 માં શરૂ થવાની આશા છે.
25 વર્ષ પહેલા સંજય-કરીના વચ્ચે થયો હતો મતભેદ
જાણકારી અનુસાર સંજય પોતાની 2002ની સુપરહિટ ફિલ્મ 'દેવદાસ' માટે પહેલા કરીનાને લેવા ઇચ્છતા હતા. તેણે અભિનેત્રીનો લુક ટેસ્ટ પણ લીધો હતો, પરંતુ ત્યાર બાદ તેણે ઐશ્વર્યા રાય બચ્ચનને કાસ્ટ કરી હતી. આ વાતથી કરીના નારાજ થઈ ગઈ હતી અને તેણે સંજય સાથે કામ ન કરવાના સોગંધ ખાધા હતા.
કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'હું ક્યારેય પણ તેમની સાથે કામ નહીં કરું. 'દેવદાસ' માટે મારો લુક ટેસ્ટ પણ લીધો, સાઈનિંગ અમાઉન્ટ પણ આપી હતી છતાં તેને કોઈ અન્ય અભિનેત્રીને સાઈન કરી લીધી હતી. તેમણે મારી સાથે ખોટું કર્યું હતું. આગળ તેને કહ્યું હતું કે 'ભલે મારી પાસે ક્યારેક કોઈ કામ રહેશે નહીં તો પણ હું તેની સાથે કામ કરીશ નહીં.'