મુંબઈઃ આખરે દોઢ વર્ષ બાદ એક્ટ્રેસ કંગના રનૌટ બિગ સ્ક્રિન પર જોવા મળી છે. રાજકીય રીતે ઈમેજ બનાવ્યા બાદ તેણે ફરીથી ફિલ્મોમાં કામ કરવા માટે શુટિંગ શેડ્યુલ સાઈન કર્યા હતા. કંગનાને પાયલટ તરીકેના અવતારમાં સફળ ફિલ્મ આપ્યા બાદ હવે તે નર્સના અવતારમાં જોવા મળશે. 'ભારત ભાગ્ય વિધાતા' નામની ફિલ્મું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં કંગનાનો એક અલગ અવતાર જોવા મળ્યો છે. ટ્રેલરમાં દમદાર એક્ટિંગ જોવા મળી છે અને ફિલ્મના ડાયલોગ્સ પણ સરસ છે.
મુંબઈ આતંકવાદી હુમલાની યાદ આવી જશે
26/11ના હુમલા વખતે હોસ્પિટલમાં આવેલી ઈમરજન્સીને ફિલ્મ રૂપે દર્શવવામાં આવી છે. આ ફિલ્મનું એક પાત્ર છે જેને સૌનું ધ્યાન ખેચ્યું છે.આ પાત્ર એટલે ઈમરજન્સીમાં એક ગર્ભવતી મહિલાનો જીવ બચાવવા માટે પ્રયાસ કરતી અને દોડતી નર્સ. 26-11-2008ના મુંબઈ હુમલા વખતે હોસ્પિટલમાં જે ઈમરજન્સી ઊભી થઈ હતી અને આતંકીઓ હોસ્પિટલ સુધી પહોંચી ગયા હતા એ આખું ચિત્ર અહીંયા દર્શાવવામાં આવ્યું છે. જીવ લેવના ઈરાદે ગોળીઓ મારતા મારતા હોસ્પિટલમાં ઘુસેલા આતંકીઓ વચ્ચે નર્સની આગવી સૂઝથી અનેક દર્દીઓને બચાવવા એક ચેલેન્જ ઊભી થાય છે. આ ફિલ્મ પાંચ નર્સની સ્ટોરી પર તૈયાર કરવામાં આવી છે. જેમાં લીડ એક્ટ્રેસ તરીકે કંગના રોલ પ્લે કરી રહી છે.
કોણ છે જેનું પાત્ર કંગનાએ પ્લે કર્યું?
એવું પણ માનવામાં આવે છે કે, નર્સ અંજલી કુલથેની સ્ટોરી 'ભારત ભાગ્ય વિધાતા' ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. અંજલી કુલથેએ પોતાની બહાદૂરીથી અનેક દર્દીઓના જીવ બચાવ્યા હતા. 26 નવેમ્બરની રાત્રે અંજલી કુલથેની ડ્યૂટી કામા હોસ્પિટલમાં હતી. આતંકી હુમલો હોસ્પિટલમાં પણ કરવામાં આવ્યો હતો. સામાન્ય ડ્યૂટી ઈમરજન્સીમાં કેવી રીતે ફેરવાઈ ગઈ એનું ચિત્ર ફિલ્મમાં છે. જૂના એક ઈન્ટરવ્યૂમાં અંજલીએ કહ્યું હતું કે, મેં જ પહેલા ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો.પછી આતંકીઓએ સિક્યોરિટી ગાર્ડને ગોળી મારી, પછી હોસ્પિટલમાં અંદર આવવાનો પ્રયાસ કર્યો હતો. પછી સમગ્ર હોસ્પિટલમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો હતો. પછી દર્દીઓને બચાવવા એ એક ચેલેન્જ ઊભી થઈ હતી. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને રેસક્યૂ કરવી એક મોટો પડકાર હતો.
ગર્ભવતી મહિલાનો જીવ બચાવ્યો
હોસ્પિટલમાંથી ભાગી જવાના બદલે 20 ગર્ભવતી મહિલાઓને ભેગી કરીને એક નાનકડી પેન્ટ્રીની અંદર લઈ ગઈ, લાઈટ બંધ કરી દીધી અને મોબાઈલ ફોન સાયલન્ટ કરી દીધા હતા. આતંકીઓ બાહર ગોળીઓનો વરસાદ કરી રહ્યા હતા અને નર્સ અંદર ગર્ભવતી મહિલાઓને જીવ બચાવવા માટે જીવ જોખમમી મૂકી રહી હતી. વાત માત્ર અહીંયાથી અટકતી નથી. એક મહિલા જે હાઈ બ્લડપ્રેશરની દર્દી હતી એને લેબર પેઈન ઊપડ્યું. હોસ્પિટલમા ધાણીફૂટ ગોળીઓ ફૂટી રહી હતી, તબીબો હોસ્પિટલ સુધી પહોંચી શકે એમ ન હતા.હોસ્પિટલમાં અંજલી એકલી હતી.ખૂબ જ ગંભીરતાથી અને તકેદારી પૂર્વક એ મહિલાને લેબરરૂમ સુધી પહોંચાડી હતી. દીવાલ સાથે ચિપકીને એક-એક ડગલું ભર્યું પછી એ મહિલાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. આ ફિલ્મના ટ્રેલરને 20 મિલિયન વ્યૂ મળ્યા છે. આ ફિલ્મ 12 જુનના રોજ સિનેમાઘરમાં રિલીઝ થઈ રહી છે.