તેલ અવીવ : અમેરિકાના રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસમાં શનિવારે ગોળીબારની ઘટના બની હતી. જેમાં કોરસપોન્ડન્ટ્સ ડિનરમાં દરમિયાન એક શખ્સે મેઈન બોલ રૂમની બહાર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ગોળીબારની ઘટનામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ થયો હતો.આ અંગે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ દુ:ખ વ્યક્ત કર્યું છે. નેતન્યાહૂએ કહ્યું,વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ પર થયેલા હુમલાના સમાચાર સાંભળીને હું અને મારી પત્ની સારા આઘાતમાં છીએ.
અમેરિકન સીક્રેટ એજન્સીને સલામ
નેતન્યાહૂએ એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા સુરક્ષિત છે તે જાણીને અમને રાહત થઈ છે. અમે ઘાયલ પોલીસ અધિકારીના સંપૂર્ણ અને ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. અમે અમેરિકન સીક્રેટ એજન્સીને તેની ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી માટે પણ સલામ કરીએ છીએ.
Sara and I were shocked by the attempted assassination of President @realDonaldTrump last night in Washington, DC. We are relieved that the President and the First Lady are safe and strong. We send our wishes for a full and speedy recovery to the wounded police officer and salute…
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) April 26, 2026
કોરસપોન્ડન્ટ્સ ડિનરમાં હુમલાખોરે ગોળીબાર કર્યો
ઉલ્લેખનીય છે કે, શનિવારે રાત્રે વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રમુખ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ કોરસપોન્ડન્ટ્સ ડિનરમાં હાજરી આપી રહ્યા હતાં. ત્યારે એક હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ટ્રમ્પ સલામત બચી ગયા હતા. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ ગોળીબાર બોલરૂમની બહાર થયો હતો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ હુમલાના CCTV ફૂટેજ શેર કર્યા છે અને હુમલાખોરનો ફોટો પર શેર કર્યો છે.