Mon Aug 31 2026

Logo

નેતન્યાહૂએ કહ્યું ઈરાની શાસનને કચડવા આવી રહ્યું છે, તેનું પતન નિશ્ચિત છે

Tel Aviv   2026-04-01 19:22:48
Author: Chandrakant Kanoja
નેતન્યાહૂએ કહ્યું ઈરાની શાસનને કચડવા આવી રહ્યું છે, તેનું પતન નિશ્ચિત છે

Reuters


તેલ અવીવ : ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રાષ્ટ્રને સંબોધન કરતા  જણાવ્યું હતું કે ઇરાન વિરુદ્ધ ઇઝરાયલ અને અમેરિકા દ્વારા સંયુક્ત અભિયાન ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યું છે.  પીએમ નેતન્યાહૂએ ટિપ્પણી કરી હતી કે આ સંયુક્ત અભિયાન ધીમે ધીમે ઇરાનના ઇસ્લામિક શાસનને કચડી રહ્યું છે અને ઇઝરાયલ સામેના અસ્તિત્વના ખતરાને દૂર કરી રહ્યું છે.

આખી દુનિયામાં સંઘર્ષનો અવાજ સંભળાઇ રહ્યો છે

તેમણે જણાવ્યું હતું કે થોડા સમયમાં ઈરાનના વર્તમાન શાસનનું પતન થશે. તેમજ ઈરાનના ખતરાનો સામનો કરવા માટે ઈઝરાયલ પ્રદેશના ઘણા મુખ્ય દેશો સાથે નવા જોડાણો બનાવી રહ્યું છે. જોકે તેમણે કોઈ ચોક્કસ દેશનું નામ લીધું નથી.નેતન્યાહૂએ વધુમાં જણાવ્યું કે ઇઝરાયલ આજે પહેલા કરતાં વધુ મજબૂત છે. આખી દુનિયામાં  સંઘર્ષનો અવાજ સંભળાઇ રહ્યો છે.  ઈરાનના દુષ્ટ શાસન સામે લડી રહ્યા છીએ  અને આ યુદ્ધમાં જબરદસ્ત સફળતાઓ મેળવી છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે આ સફળતાની ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડી  છ. આ સમય દરમિયાન તેમણે  લેબનોનમાં ઇઝરાયલી સૈનિકોના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો.

અમે આતંકવાદી શાસનને વ્યવસ્થિત રીતે નબળું પાડી રહ્યા છીએ

નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં અમેરિકા સાથે હાથ ધરવામાં આવેલા લશ્કરી અભિયાનમાં અમે આતંકવાદી શાસનને વ્યવસ્થિત રીતે નબળું પાડી રહ્યા છીએ. ઈરાની શાસન ઇઝરાયલનો નાશ કરવા સમગ્ર પશ્ચિમ એશિયા ક્ષેત્ર પર પ્રભુત્વ મેળવવા અને વિશ્વને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ હેતુ માટે  તેઓએ પરમાણુ કાર્યક્રમ અને બેલિસ્ટિક મિસાઇલો વિકસાવી અને આસપાસના પ્રદેશમાં આતંકવાદી સંગઠનોને ભંડોળ અને શસ્ત્રો પૂરા પાડ્યા. નેતન્યાહૂએ  કહ્યું  હતું કે ઈરાને છેલ્લા ઘણા વર્ષોમાં આ પ્રવૃત્તિઓ પર આશરે એક ટ્રિલિયન ડોલર ખર્ચ્યા છે. જો કે, હવે એમ કહી શકાય કે આ બધા પૈસા વ્યર્થ ગયા છે.

ઈરાનનું પતન નિશ્ચિત 

આ ઉપરાંત નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે ઇઝરાયલે સમગ્ર વિશ્વને ઈરાન દ્વારા ઉભા થયેલા ખતરા પ્રત્યે ચેતવણી આપી છે. ભૂતકાળમાં ઘણા દેશોના નેતાઓ આ વાતને અવગણતા હતા. પરંતુ હવે  મોટાભાગના લોકો તેને ઓળખી ગયા છે. કેટલાક નેતાઓ ખાનગીમાં જણાવ્યું છે કે તેઓ આ ખતરા સમજે છે પરંતુ ખુલ્લેઆમ બોલવામાં ડરે ​​છે. અમેરિકા સાથેની મજબૂત ભાગીદારીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે બંને રાષ્ટ્રોએ સાથે મળીને ઈરાની શાસનને મોટો ફટકો આપ્યો છે. પરિણામે, ઈરાન હચમચી ગયું છે  અને તેનું પતન નિશ્ચિત છે.