Tue Oct 06 2026

Logo

ઋષભ પંતની રુમર્ડ ગર્લફ્રેન્ડ ઈશા નેગીની નવી પોસ્ટે મચાવી હલચલ, કેપ્શનથી સંબંધોમાં તિરાડની જોરશોરથી ચર્ચા

2026-09-08 22:23:16
Author: Mumbai Samachar Team
ઋષભ પંતની રુમર્ડ ગર્લફ્રેન્ડ ઈશા નેગીની નવી પોસ્ટે મચાવી હલચલ, કેપ્શનથી સંબંધોમાં તિરાડની જોરશોરથી ચર્ચા

Isha Negi (@ishanegi_)


મુંબઈઃ ઈન્ડિયન ટીમના જાણીતા ક્રિકેટર રીષભ પંત સાથે જેનું નામ અવારનવાર ચર્ચામાં રહે છે તે ઈશા નેગીનો બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ અંદાજ જોવા મળ્યો છે. નવા ફોટોઝમાં તે જીમ આઉટફીટમાં જોવા મળી રહી છે. ઈશા આ ફોટો શૅર કરીને મસ્ત કેપ્શન પણ લખ્યું છે. પંત અને ઈશાના સંબંધોની જોરશોરથી ચર્ચા થતી રહે છે. વર્ષ 2019માં બન્ને એકબીજાને પસંદ કરી રહ્યા છે એ વાત જાહેર મંચ પર શૅર કરી હતી. ઈશાએ પોતાના સોશિયલ મીડિયા પર એકથી એક બેસ્ટ પોઝ આપતા ફોટો શૅર કર્યા છે. જેમાં તે જીમ લૂકમાં દેખાઈ રહી છે. આ પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, જીવન સંપૂર્ણ રીતે ખીલી ગયું છે. 

નવી તસવીર શૅર કરી
ઈશાનું નામ આવતા જ લોકો પહેલા સોશિયલ મીડિયા પર એને સર્ચ કરે છે. ઈશાનો ચાહકવર્ગ પણ ખૂબ જ મોટો રહ્યો છે. નવી તસવીરો જે સામે આવી છે એમાં રીષભને લઈને ખાસ કોઈ વાતનો તેણે ઉલ્લેખ કર્યો નથી. ઈશા સમયાંતરે પોતાની નવી નવી તસવીર શૅર કરતી રહે છે. લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી પોસ્ટને શૅર કરતી રહે છે. આ વખતે તેણે જીમવેરમાં પોતાના ફોટો ક્લિક કર્યા છે. આ ફોટોમાં તેના બોડી કટ્સ ક્લિયર દેખાઈ રહ્યા છે. એ પણ ખૂબ ફિટ એન્ડ ફાઈન દેખાઈ રહી છે. વર્ષ 2015માં ઈશા અને રીષભનું નામ પહેલીવાર ચર્ચામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર બન્નેના સંબંધોને લઈને અનેક પ્રકારની વાતો થઈ રહી હતી. વર્ષ 2019માં રિષભે ઈશા સાથેની તસવીર શૅર કરી હતી. પછી આ રિલેશનશીપને લોકો સાથે પણ શૅર કરી હતી. હવે ચર્ચા એવી છે કે, રિષભ અને ઈશા સાથે નથી. આ સિવાય પણ અલગ અલગ પ્રકારની અટકળો સેવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાની રીતે અંદાજો લગાવી રહ્યા છે. ક્યાસ લગાવી રહ્યા છે. 

એક પોસ્ટથી ફરી આવી ચર્ચામાં
હાલમાં ઈશાની એક નવી પોસ્ટે ચર્ચા જગાવી છે. જેમાં તે જીમના આઉટફિટમાં જોવા મળી રહી છે. પંતની વાત કરવામાં આવે તો હાલમાં તે શ્રીલંકામાં ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમની ટેસ્ટ ટુર્નામેન્ટમાં તે રમી રહ્યો છે. ઈશા નેગી દિલ્હીની રહેવાસી છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમણે Amity Universityમાંથી અભ્યાસ કર્યો છે. ઇન્ટિરિયર ડિઝાઇનર અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર તરીકે તે ઘણા કોન્ટેટ રજૂ કરતી રહી છે. બંને તરફથી તેમના વર્તમાન સંબંધની સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.  હાલમાં ઈશા નેગી પોતાની સોશિયલ મીડિયા એક્ટિવિટી, ફેશન અને લાઇફસ્ટાઇલ પોસ્ટ્સને કારણે પણ ધ્યાન ખેંચે છે. IPL 2026 દરમિયાન તેમની એક પોસ્ટને લઈને પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ હતી, જેમાં તેમણે Punjab Kingsને સપોર્ટ કરતો વીડિયો શેર કર્યો હતો અને ત્યારબાદ એક ક્રિપ્ટિક પોસ્ટ કરી હતી