Sun Jul 19 2026

Logo

Gmail યુઝર્સ માટે ચેતવણી: Google AIને તમારા ઈમેલ વાંચતા અટકાવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો...

2026-07-18 15:52:00
Author: Darshana Visaria
Article Image

આજકાલ ગૂગલનું 'જેમિની એઆઈ' (Gemini) AI યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. જીમેઈલ (Gmail)માં આવતા સ્માર્ટ ફીચર્સ, ઈમેલ સમરી અને ડ્રાફ્ટ લખવા જેવી સુવિધાઓ યુઝર્સના કામને સરળ બનાવે છે. પરંતુ, શું તમે જાણો છો કે આ એઆઈ ફીચર્સ તમારી પ્રાઈવસી માટે કેટલા સુરક્ષિત છે? ઘણા યુઝર્સને ડર છે કે ગૂગલનું એઆઈ તેમના ખાનગી ઈમેલ વાંચી રહ્યું છે. ચાલો જોઈએ કઈ રીતે તમે એઆઈને તમારા જીમેલ વાંચતા રોકી શકો છો... 

શું સત્ય છે?
આ બાબતે ગૂગલ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા અનુસાર તેઓ યુઝર્સના ખાનગી ડેટાનો ઉપયોગ તેમના મુખ્ય એઆઈ મોડલ્સને તાલીમ આપવા માટે કરતા નથી. જોકે, આ એઆઈ ફીચર્સ કામ કરે તે માટે તમારી માહિતીને પ્રોસેસ કરવી જરૂરી છે. જ્યારે તમે 'સ્માર્ટ રિપ્લાય' કે 'ઈમેલ સમરી' જેવા ફીચર્સ વાપરો છો. આવા સમયે એઆઈ તમારા ડેટાનું વિશ્લેષણ કરે છે. આ સુવિધાઓ મોટાભાગે ડિફોલ્ટ રીતે ચાલુ હોય છે, જેનાથી પ્રાઈવસી અંગેના પ્રશ્નો ઉભા થાય છે.

સ્માર્ટ ફીચર્સ બંધ કરો:
જીમેલ સેટિંગ્સમાં જઈને જનરલ ટેબમાં જાઓ.
સ્માર્ટ ફિચર્સ એન્ડ પર્સનાલાઈઝ્ડના વિકલ્પને અનચેક કરીને 'Save Changes' કરો.

Google Workspace કનેક્શન તપાસો:
જેમિની કે ગૂગલ એકાઉન્ટ સેટિંગ્સમાં જઈને 'કનેક્ટેડ એપ્સ'માં તપાસો. જો 'ગૂગલ વર્કસ્પેસમાં' (જીમેલ, ડોક્સ, ડ્રાઈવ) કનેક્ટેડ હોય, તો તેને ડિસ્કનેક્ટ કરી દો.

સાવચેતી જ જરૂરી છે:
ગૂગલ સ્પામ ફિલ્ટરિંગ અને સુરક્ષા માટે સામાન્ય પ્રક્રિયાઓ ચાલુ રાખશે, જે જીમેલના સુરક્ષિત સંચાલન માટે અનિવાર્ય છે. જો તમે અત્યંત ખાનગી માહિતીની આપ-લે કરતા હોવ, તો પ્રાઈવસી સેટિંગ્સને કડક રાખવી જ હિતાવહ છે.

શું તમારે ગભરાવાની જરૂર છે?
ગૂગલની સર્વિસનો ઉપયોગ કરતી વખતે પારદર્શિતા જરૂરી છે. જો તમને પ્રાઈવસી બાબતે વધુ કાળજી રાખવી હોય, તો નિયમિતપણે તમારા ગૂગલ એકાઉન્ટના 'ડેટા એન્ડ પ્રાઈવસી'માં જઈને તમારી એક્ટિવિટી તપાસતા રહો.