તેહરાન: બુધવારે સાંજે વ્હાઈટ હાઉસથી કરેલા સંબોધનમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેતો આપ્યા હતાં કે ઈરાન સામેનો સંઘર્ષ બે કે ત્રણ અઠવાડિયામાં સમાપ્ત કરવામાં આવી શકે છે, પરંતુ ત્યાં સુધી ઈરાન પર આકરા પ્રહારો કરવામાં આવશે. ટ્રમ્પના આ સંબોધન પહેલા ઈરાનના રાષ્ટ્રપતિએ યુએસને લોકોને સંબોધીને એક જાહેર પત્ર લખ્યો હતો. તેમણે યુએસના લોકોને પૂછ્યું, મધ્ય પૂર્વ સંઘર્ષથી શું "અમેરિકા પ્રથમ" (America First)ના વચનનું પાલન થઇ રહ્યું છે? તેમણે યુએસ પર વોર ક્રાઈમનો આરોપ લગાવ્યો.
પેઝેશ્કિઆને ગઈ કાલે બુધવારે તેમની વેબસાઇટ પર યુએસની જનતાને સંબોધીને એક પત્ર પ્રકાશિત કર્યો હતો, આ પત્રમાં જણાવવામાં આવ્યું, "યુએસ ઈરાનની ઊર્જા અને ઔદ્યોગિક સુવિધાઓનો સહીત ઈરાનની મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પર હુમલો કરી રહ્યું છે, ઈરાનના લોકો પર પણ હુમલો સીધો હુમલો કરવામાં આવી રહ્યો છે."
>
To the people of the United States of America pic.twitter.com/3uAL4FZgY7
— Masoud Pezeshkian (@drpezeshkian) April 1, 2026
યુસ ઇઝરાયલનું પ્રોક્સી:
પેઝેશ્કિઆને યુએસ પર ગંભીર આરોપ લગાવતા લખ્યું, "આ વોર ક્રાઈમ છે ઉપરાંત, યુએસની આ કાર્યવાહીની અસર ઈરાનની સરહદોની બહાર પણ થશે. યુએસ અસ્થિરતાના બીજ વાવી રહ્યું છે, માનવ જીવન અને અર્થતંત્રને માઠી અસર પહોંચી છે, યુએસ રોષના બીજ રોપે છે જે વર્ષો સુધી ટકી રહેશે."
પેઝેશ્કિઆને યુએસના લોકોને એક પ્રશ્ન પૂછ્યો, "આ યુદ્ધથી ખરેખર કયા અમેરિકન લોકોના હિતો સાચવવામાં આવી રહ્યા છે? શું 'અમેરિકા ફર્સ્ટ' ખરેખર આજે યુ.એસ. સરકારની પ્રાથમિકતા છે? શું યુએસ ઇઝરાયલના પ્રોક્સી તરીકે કામ કરી રહ્યું છે? ઇઝરાયલથી પ્રભાવિત થઇને આ યુદ્ધમાં પ્રવેશ્યું હતું."
પેઝેશ્કિઆને લખ્યું કે યુએસ સરકાર તરફથી વારંવાર હસ્તક્ષેપો અને દબાણનો સામનો કરવા છતાં,, યુએસના સામાન્ય નાગરીકો ઈરાનના દુશ્મન નથી.