ગોલ્ડ કોસ્ટઃ ઈરાનની મહિલા ફૂટબોલ ટીમના મોટાભાગના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ઓસ્ટ્રેલિયાના શરણ આપવાના પ્રસ્તાવને ફગાવીને આજે સ્વદેશ જવા રવાના થયા હતા. જોકે, ઈરાની ટીમના સાત સભ્યોએ ઓસ્ટ્રેલિયામાં શરણ લેવાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. તેમને માનવતાવાદી ધોરણે વિઝા આપવામાં આવ્યા હતા અને આ રીતે તેમને ઓસ્ટ્રેલિયામાં કાયમી રહેવા માટે મંજૂરી મળી ગઈ છે.
ઈરાની ટીમ રવાના થઈ તેના વિરોધમાં સિડની એરપોર્ટની બહાર પણ વિરોધ પ્રદર્શનો થયા હતા. તેઓ રવાના થયા તે અગાઉ તેમને શરણ લેવાનો પ્રસ્તાવ આપવામા આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ગૃહ પ્રધાન ટોની બર્કે કહ્યું કે ટીમના દરેક સભ્ય આ ઓફર પર વિચાર કરી શકે તે માટે તેમણે અંતિમ પ્રયાસો કર્યા છે.
તેમણે કહ્યું કે જ્યારે મહિલાઓ સુરક્ષા તપાસમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેમની સાથે વ્યક્તિગત રીતે વાત કરવામાં આવી હતી. બર્કે કહ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયાએ આ ઓફર એટલા માટે કરી છે કારણ કે અમે આ મહિલાઓથી વ્યક્તિગત રીતે ખૂબ જ પ્રભાવિત છીએ. ઓસ્ટ્રેલિયાએ આપેલા વિકલ્પને સ્વીકારવો કે નહીં તે તમારો નિર્ણય છે." આ એક પસંદગી છે જેનો દરેક વ્યક્તિને અધિકાર હોવો જોઈએ.
ઈરાનની મહિલા ફૂટબોલ ટીમના સાત સભ્યો સિવાય કોઈએ પણ શરણની ઓફર સ્વીકારી ન હતી અને ટીમનું વિમાન બાકીના સભ્યો સાથે સિડનીથી રવાના થયું હતું. જ્યારે બર્કે જાહેરાત કરી કે સાત શરણાર્થીઓમાંથી એક પોતાના ઘરે પરત ફરશે. ઓસ્ટ્રેલિયાના લોકો પોતાનો વિચાર બદલી શકે છે."
તેમણે નોંધ્યું કે ટીમના જે બે નવા સભ્યોને આશ્રય આપવામાં આવ્યો હતો તેમાં એક ખેલાડી અને એક સપોર્ટ સ્ટાફ સભ્ય છે. ટીમના બાકીના સભ્યોએ એરપોર્ટ પર લઈ જવામાં આવે તે પહેલાં તેઓએ શરણ માંગ્યું હતું.
ઈરાન યુદ્ધ શરૂ થયું તે પહેલાં ઈરાનની ટીમ ગયા મહિને એએફસી મહિલા એશિયન કપમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. ટીમ ટુર્નામેન્ટમાંથી વહેલા બહાર થઈ ગઈ હતી, જેના કારણે ટીમને તેમના દેશમાં પાછા ફરવાની ફરજ પડી હતી.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ઈરાની ટીમમાં 26 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો હતા. બીજી તરફ ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રઝા આરિફે કહ્યું હતું કે, "ઈરાન તેના બાળકોનું ખુલ્લા દિલથી સ્વાગત કરે છે અને સરકાર તેમની સુરક્ષાની ખાતરી આપે છે.