Sun Sep 13 2026

Logo

‘ΔO_BSOH>0 ⇒ f(f(O))>f(O)’ ગણિતના સમીકરણ સાથે ઈરાનનો યુએસ પર કટાક્ષ, જાણો શું છે મતલબ

Tehran   2026-04-13 13:38:00
Author: Savan Zalariya
‘ΔO_BSOH>0 ⇒ f(f(O))>f(O)’  ગણિતના સમીકરણ સાથે ઈરાનનો યુએસ પર કટાક્ષ, જાણો શું છે મતલબ

તેહરાન: પાકિસ્તાનમાં ઈરાન અને યુએસ વચ્ચે વાટાઘાટો નિષ્ફળ જતાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ફરી શરુ થવાની શક્યતા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે, એવા ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે ટ્રમ્પની ચેતવણીની મજાક ઉડાવી છે,  તેમણે X પર એક કટાક્ષભરી પોસ્ટમાં યુએસને ગેસના વધતા ભાવની યાદ અપાવી છે. 

બાઘર ગાલિબાફે X પર યુએસ રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ નજીકની એક સેટેલાઈટ ઈમેજ શેર કરી છે, જેમાં વ્હાઇટ હાઉસ નજીકના સ્થળોએ ઇંધણના ભાવો દર્શાવવામાં આવ્યા છે. બાઘર ગાલિબાફે ચેતવણી આપી કે ટૂંક સમયમાં યુએસનાં લોકોને ઇંધણ માટે વધુ નાણા ચુકવવા પડી શકે છે.

ગણિતના સમીકરણ સાથે કટાક્ષ:
બાઘર ગાલિબાફે X પરની પોસ્ટમાં લખ્યું, "પંપ પર હાલના આંકડાઓનો આનંદ માણો, 'નાકાબંધી'ને કારણે  ટૂંક સમયમાં તમે ગેસનાં $4-$5નાં ભાવને પણ યાદ કરશો." 

X પોસ્ટમાં બાઘર ગાલિબાફે ગણિતનું એક સમીકરણ લખ્યું, "ΔO_BSOH>0 ⇒ f(f(O))>f(O)" 

શું છે સમીકરણનો મતલબ:
નોંધનીય છે કે યુએસ અને ઈરાન વચ્ચે વાટાઘાટો કોઈ કરાર વિના સમાપ્ત થયા બાદ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકન નેવી સ્ટેટ ઓફ હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશતા અથવા બહાર નીકળતા જહાજો પર  નાકાબંધી શરૂ કરશે.

એક X યુઝરે આ સમીકરણનો મતલબ સમાજાવ્યો. તેણે જણાવ્યું જો હોર્મુઝમાં નાકાબંધીની તીવ્રતા વધે છે (ડેલ્ટા O_{BSOH}>0), તો તે ઓઈલના ભાવમાં 1 થી 1 નો સરળ વધારો થવાને બદલે, એક ચક્રવૃદ્ધિ, બિન-રેખીય વધારો (f(f(O))>f(O)) થાય છે.


X યુઝરે લખ્યું, "અનુવાદ: પુરવઠોમાં ઘટાડો થાય છે → ભાવમાં વધારો થાય છે→ દબાણમાં ચક્રવૃદ્ધિ વધરો થાય છે. પહેલો આંચકાને કારણે ભાવ વધે છે, આ આંચકાની પ્રતિક્રિયા ભાવમાં ફરી વધારો કરે છે. તમારા સસ્તા ગેસનો આનંદ માણો જ્યાં સુધી પુરવઠો છે."