Wed Jun 17 2026

Logo

ઈરાનનો માસ્ટરસ્ટ્રોક! હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા મૂકી આ મોટી શરત, ચીનને થશે ફાયદો

Tehran   2026-03-15 12:17:00
Author: Savan Zalariya
Article Image

તેહરાન: યુએસ અને ઇઝરાયલે હુમલો કર્યા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી છે, જેને કારણે ઓઇલ ટેન્કર જહાજોનું પરિવહન બંધ થતાં વિશ્વના ઘણાં દેશોમાં ઇંધણની કટોકટી સર્જાઈ છે. હવે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી  ઓઇલ ટેન્કરોને પસાર થવાની મંજુરી આપવા તૈયાર થયું છે, પરંતુ શરત મુકવામાં આવી છે કે ઓઈલ ટેન્કરનો સોદો ડોલર નહીં પણ ચીનના ચલણ યુઆનમાં કરવામાં આવે.   

ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ એક નિવેદનમાં જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સિવાય તમામ દેશો માટે ખુલ્લો છે. એવામાં અહેવાલ છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ માંથી પસાર થતાં ઓઇલ ટેન્કરના ટ્રાફિકનું સંચાલન કરવા માટે એક નવા અભિગમ પર વિચાર કરી રહ્યું છે. 

અહેવાલ મુજબ ઈરાન દરરોજ મર્યાદિત સંખ્યામાં ઓઈલ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજુરી આપશે, પણ શરત એ રહેશે કે ઓઈલ ટેન્કરનો સોદો ચીની યુઆન થયેલો હોવો જોઈએ.

હોર્મુઝ સ્ટ્રેટ ગ્લોબલ ઓઈલ સપ્લાય માટે કે મુખ્ય જળ માર્ગ છે, વૈશ્વિક ઓઈલ શિપમેન્ટના 20 ટકા શિપમેન્ટના હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે.

યુએસને ફટકો ચીનને ફાયદો:
નોંધનીય છે કે ગ્લોબલ ઓઈલ ટ્રેડ સામાન્ય રીતે યુએસ ડોલરમાં થાય છે. પ્રતિબંધો હેઠળના રશિયન ઓઈલનો સોદો રૂબલ અથવા ચીની યુઆનમાં થાય છે. ડોલરમાં શોધો થવાને કારણે યુએસને ફાયદો મળે છે, ઈરાન નથી ઈચ્છી રહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ઓઈલ ટેન્કરથી યુએસને કોઈ રીતે ફયદો થાય.

નોંધનીય છે કે ચીન ઈરાનનો મિત્ર દેશ છે, ચિન મધ્ય પૂર્વમાંથી મોટા પાયે ઓઈલ ખરીદે છે. ચીન લગભગ 45 ટકા ઓઈલ હોર્મુઝ સ્ટ્રેટ મારફતે મેળવે છે.

યુએસએ કરી કાર્યવાહી:
યુએસએ ઈરાનને ચેતવણી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ પરના કોઈપણ પ્રતિબંધોના ગંભીર માનવતાવાદી પરિણામો આવી શકે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે યુએસસે ખાર્ગ ઇરાનના ઓઈલ ટ્રેડ સેન્ટર ખાર્ગ ટાપુ પર બોમ્બમારો કર્યો છે, જેને કારણે પરિસ્થિતિ વધુ વણસી શકે છે.