તહેરાનઃ ઈરાન હવે અમેરિકા અને ઈઝરાયલ સામે લડી લેવાના મૂડમાં છે. ઈરાનના સ્પીકર એમબી ગાલિબફરે કહ્યું હતું કે, ઈરાનના કોઈ પણ ટાપુઓ પર જો કોઈ હુમલો થયો તો સમગ્ર પર્શિયન ગલ્ફમાં લોહીની નદીઓ વહેશે. એ ગલ્ફનું પાણી લાલ થઈ જશે. ઈરાનના ટાપુઓ પર અન્ય કોઈનું આક્રમણ સહન નહીં થાય.
આ દ્વીપ પર આક્રમણ થયું તો સંયમ તૂટી જશે. અમારી સહનશક્તિ પૂરી થઈ જશે. વળતા જવાબમાં અમે સમગ્ર પર્શિયન ગલ્ફને લાલ કરી દઈશું, દરેક સૈનિકનો ખાતમો કરીશું. અમેરિકાના સૈનિકોના મોત પાછળ ટ્રમ્પ જવાબદાર રહેશે અને તેઓ વ્યક્તિગત રીતે જવાબદાર છે.
ઈરાનની અમેરિકાને ખુલ્લી ધમકી
અમેરિકા અને ઈઝરાયલ તરફથી સમયાંતરે ઈરાન પર હુમલા થઈ રહ્યા છે. ગાલિબફરે ઈરાનના ટાપુઓ પર કોઈ પણ પ્રકારના આક્રમણ અથવા કબજાના પ્રયત્નો સામે ચેતવણી આપી છે. દ્વીપ પર હુમલો થયો તો કોઈ જ પ્રકારની રોકટોક વગર જવાબ આપવામાં આવશે. પર્શિયન ગલ્ફમાં આક્રમણ કરનારાઓનું લોહી વહેશે. સૈનિકોનો ખાતમો બોલાવીશું.
ઈરાન તરફથી આ ધમકી એવા સમયે આવી છે, જ્યારે ઈરાને ખાડીના વિસ્તારમાં જહાંજ, તેલના ટેન્કર અને ઊર્જા સંબંધિત સામગ્રી પર હુમલાઓ કરવાના શરૂ કરી દીધા છે. અમેરિકા અને ઈરાનના જ્યાં પણ અખાતી દેશમાં બેઝકેમ્પ છે ત્યાં હુમલો કરવામાં આવી રહ્યો છે. ઈરાને ડ્રોન અને મિસાઈલ મારો કર્યો છે. ઈરાનના હુમલાને કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે.
ટ્રમ્પે ઈરાન સામે કોઈ પ્રકારની શરત વગર શરણે થઈ જવાની માગ કરી છે. ઈરાન આ વસ્તુ કરવા માટે તૈયાર નથી. ગાલિબફરને ઈરાન તરફથી સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે. હવે ઈરાન વળતો હુમલો ચાલુ રાખશે તો અખાતી દેશની સ્થિતિ બગડશે.
દરમિયાન ઈરાનના અધિકારી ક્યા ટાપુની વાત કરી રહ્યા છે એ અંગેના નામ સામે આવ્યા નથી. તેઓ કોઈ ટાપુનું નામ બોલ્યા નથી. રિપોર્ટ અનુસાર અમેરિકાની નજર ખાર્ગ ટાપુ પર છે. આ દ્વીપ પર તે કબજો કરવાની તૈયારીમાં છે. ખાર્ગ દ્વીપને ઈરાનનો સૌથી મહત્ત્વનો ટાપુ માનવામાં આવે છે.