Wed Aug 19 2026

Logo

આયાતુલ્લાહ અલી ખામેનેઇ બાદ તેની પત્નીનું પણ મોત, મધ્યપૂર્વમાં તણાવ વધ્યો

Tehran   2026-03-02 20:57:26
Author: Vimal Prajapati
Article Image

તહેરાનઃ ઈરાન પર હુલમો કરીને અમેરિકા અને ઇઝરાયલે મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇનું પણ મોત થયું છે. તેવામાં હવે એક બીજા મોટા સમાચાર આવ્યાં છે. આયાતુલ્લાહ અલી ખામેનેઇની પત્ની મન્સૌરેહ ખોજસ્તેહ બાઘરઝાદેહ પણ આ હુમલામાં ઘાયલ થઈ હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આયાતુલ્લાહ અલી ખામેનેઇની પત્ની મનસૂરેહ ખોજસ્તેહ બઘરઝાદેહનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 

ખામેનેઇ બાદ તેની પત્નીનું પણ સારવાર દરમિયાન મોત

ઈરાની મીડિયા પ્રમાણે, સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇની પત્ની જે તે જ અમેરિકન-ઇઝરાયલી હુમલામાં ઘાયલ થઈ હતી જેમાં તેમના પતિનું મૃત્યુ થયું હતું, તેનું પણ નિધન થયું છે. વધારે વિગતે વાત કરીએ તો, 79 વર્ષીય મનસૂરેહ ખોજસ્તેહ બઘરઝાદેહનો જન્મ ઈરાનના મશહદમાં થયો હતો. તે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગના ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર હસન ખોજસ્તેહ બાઘરઝાદેહની બહેન હતી.

તહેરાનમાં ખામેનેઈના નિવાસસ્થાન પર થયો હતો હુમલો

જ્યારે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઇરાન પર હુમલો કર્યો તે વખતે તહેરાનમાં આયાતુલ્લાહ અલી ખામેનેઈની પત્ની પણ હાજર હતી. જેમનું હવે સારવાર દરમિયાન મોત થયું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ખામેનેઇ સાથે તેની પત્ની, દીકરી અને જમાઈનું પણ મોત થયું છે. આના કારણે ઈરાને અત્યારે ખાડીના દેશોમાં જોરદાર જવાબી હુમલાઓ શરૂ કરી દીધા છે. ખાસ કરીને અમેરિકાને સપોર્ટ કરતા દેશોને ઈરાને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઈલો છોડી છે. .

આ હુમલા અંગે અમેરિકન રાષ્ટ્રપતિએ શું કહ્યું?

ગત શનિવારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના અનેક વિસ્તારોમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના સવોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈનું નિવાસસ્થાન પણ સામેલ હતું. આ હુમલા પાછળ અમેરિકન રાષ્ટ્રપતિનું કહેવું છે કે, ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર કામ ચાલુ રાખી રહ્યું છે અને અમેરિકા પર હુમલો કરી શકે તેવી મિસાઈલો વિકસાવી રહ્યું હતું તેના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો.