Sat Apr 18 2026

Logo

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ મુદ્દે ટ્રમ્પનું નિવેદન, રેસક્યૂ કર્યા અને હુમલો કરવા પણ અમે તૈયાર

washington dc   2026-04-06 23:02:35
Author: Mumbai Samachar Team
Article Image

Donald Trump White House


વોશિંગટનઃ ઈરાને સંઘર્ષનો અંત લાવવાના ઉદ્દેશ્યથી અમેરિકન પ્રસ્તાવ પર 10-મુદ્દાનો જવાબ મોકલ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે મંગળવાર ઈરાન માટે અંતિમ સમયમર્યાદા છે. સોમવારે એક સંબોધનમાં, ટ્રમ્પે F-15 પાયલોટને બચાવવાના ઓપરેશન અંગે પણ એક નિવેદન જારી કર્યું.અમેરિકા પાસે ઈરાનને ખતમ કરવાની પૂરી શક્તિ છે, આવું કામ અમેરિકા એક દિવસમાં પણ કરી શકે છે. ઈરાનને ગમે ત્યારે અમેરિકા ખતમ કરી શકે છે. 

અમેરિકા જેવા શસ્ત્રો કોઈ પાસે નથી
દુનિયામાં કોઈની પાસે યુનાઇટેડ સ્ટેટ્સ જેવા શસ્ત્રો નથી. અમે દુશ્મનના પ્રદેશમાં ઊંડા ઉતરીને અમારા બંને પાઇલટ્સને સફળતાપૂર્વક બચાવી લીધા છે. દુનિયામાં કોઈ અન્ય રાષ્ટ્ર આવી બચાવ કામગીરી હાથ ધરવા સક્ષમ નથી. 200 વ્યક્તિઓની ટીમે એક સૈનિકનો જીવ બચાવવા માટે સાથે મળીને કામ કર્યું. પાઇલટ ગંભીર રીતે ઘાયલ થયો અને ફસાઈ ગયો છતાં અમેરિકાની સૈન્ય ટીમે એમને બચાવી લીધો છે. બચાવ ટીમ આ પ્રકારની કામગીરી માટે સંપૂર્ણપણે તૈયાર હતી. પાઇલટે સતત પોતાનું સ્થાન જાહેર કર્યું. બચાવ કાર્ય માટે કુલ 21 વિમાનો તૈનાત કરવામાં આવ્યા હતા, જેને પૂર્ણ કરવામાં 48 કલાક લાગ્યા. 

દુશ્મનને ડાઈવર્ટ કરવા ટીમ મેદાને
દુશ્મનને ગેરમાર્ગે દોરવા માટે સાત ડાયવર્ઝનરી ટીમો મોકલવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન અમારા એક પણ સૈનિકને કોઈ ઈજા થઈ નથી. મંગળવાર ઈરાનના વિનાશની રાત બની શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ એક જ રાતમાં ઈરાનનો નાશ કરી શકે છે. ઓપરેશન એપિક ફ્યુરી દરમિયાન, એક યુએસ એફ-15 ફાઇટર જેટ દુશ્મન ઈરાની ક્ષેત્રમાં ક્રેશ થયું. પાઇલટ અને ઘાયલ વેપન સિસ્ટમ્સ ઓફિસરને બચાવવા માટે, યુનાઇટેડ સ્ટેટ્સે 21 લશ્કરી વિમાનોને દુશ્મનના હવાઈ ક્ષેત્રમાં મોકલ્યા. લગભગ સાત કલાક ચાલેલા આ ઓપરેશનમાં ભારે ગોળીબાર છતાં બંને વ્યક્તિઓને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા.