તેહરાનઃ મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ઈરાને પાંચ દેશના જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. ઈરાનના વિદેશ પ્રધાનએ કહ્યું કે, વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ હોર્મુઝની ખાડી સંપૂર્ણ બંધ નથી. તેમણે ભારત સહિત પાંચ દેશના જહાજને સુરક્ષિત રસ્તો આપવાની જાહેરાત કરી હતી.
ઈરાનના વિદેશ પ્રધાન મુજબ, ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાના જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવામાં આવશે. તેમણે કહ્યું, અનેક દેશોએ ઈરાનનો સંપર્ક કરીની સુરક્ષિત માર્ગની માંગ કરી હતી. જે બાદ ચર્ચા કરીને મંજૂરી આપવામાં આવી છે. હોર્મુઝ ખાડી માત્ર દુશ્મન દેશો માટે બંધ છે, બાકીના દેશો માટે ખુલ્લી છે. અરાઘચીએ કહ્યું, અમે યુદ્ધની સ્થિતિમાં છીએ. તેથી અમે દુશ્મનો અને તેના સહયોગી દેશોના જહાજોને કોઈપણ હિસાબે પસાર નહીં થવા દઈએ.
આ ઉપરાંત તેમણે કહ્યું, કેટલાક દેશોએ અમારો સંપર્ક કરીને હોર્મુઝમાંથી તેમના જહાજોને સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપવા જણાવ્યું હતું. આ પૈકી કેટલાક દેશો અમને મિત્ર માને છે તેમને અમારી સેનાએ સુરક્ષિત માર્ગ આપ્યો છે. ચીન, રશિયા, પાકિસ્તાન, ઈરાક અને ભારતના જહાજો સુરક્ષિત પસાર થશે. બાંગ્લાદેશે પણ અમારી સાથે વાત કરી છે.
Iran FM Abbas Araghchi: We permitted passage through the Strait of Hormuz for friendly nations including China, Russia, India, Iraq, and Pakistan.
— ANI (@ANI) March 26, 2026
Source: Consulate General of the Islamic Republic of Iran in Mumbai pic.twitter.com/2JoBaOelqk
અમેરિકા સાથે કોઈ ઔપચારિક વાતચીત થઈ રહી નથી
તેમણે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા સાથે કોઈ ઔપચારિક વાતચીત થઈ રહી નથી. તેમના જણાવ્યા અનુસાર, મધ્યસ્થીઓ દ્વારા સંદેશાની આપ-લેને વાતચીત ન કહી શકાય. સરકારી ટેલિવિઝન સાથે વાત કરતા અરાઘચીએ સ્પષ્ટ કર્યું હતું કે બેકચેનલ દ્વારા સંદેશાની આપ-લે કરવી એ ઔપચારિક કૂટનીતિ નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, અમેરિકા સાથે કોઈ વાતચીત થઈ રહી નથી.
અમેરિકા પોતાના લક્ષ્યો હાંસલ કરવામાં નિષ્ફળ
તેમણે કહ્યું કે અમેરિકા અલગ-અલગ માધ્યમો દ્વારા સંદેશા મોકલી રહ્યું છે, પરંતુ તેહરાન તેને ઔપચારિક વાટાઘાટો માનતું નથી. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે આ સંઘર્ષમાં અમેરિકા પોતાના લક્ષ્યો હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમના મતે, અમેરિકા ન તો ઝડપી વિજય મેળવી શક્યું કે ન તો ઈરાનમાં સત્તા પરિવર્તન કરી શક્યું.
ઈરાન યુદ્ધને લાંબું ખેંચવા માંગતું નથી
ઈરાનના પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ઈરાને પોતાની મજબૂતીનું પ્રદર્શન કર્યું છે અને દુનિયાને બતાવી દીધું છે કે કોઈ પણ દેશ તેની સુરક્ષાને જોખમમાં મૂકી શકે તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે ઈરાન યુદ્ધને લાંબું ખેંચવા માંગતું નથી, પરંતુ તેનો ઉકેલ તેની પોતાની શરતો પર જ આવશે. તેમણે કહ્યું, ઈરાન યુદ્ધ ઈચ્છતું નથી, તે આ સંઘર્ષનો કાયમી અંત ઈચ્છે છે.
તેમણે ઉમેર્યું કે ઈરાન યુદ્ધ ખતમ કરવા માંગે છે, પરંતુ પોતાની શરતો પર, જેમાં ભવિષ્યમાં હુમલા ન થવાની ગેરંટી અને યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈનો સમાવેશ થાય છે. હોર્મુઝ પર નિયંત્રણ બતાવીને ઈરાને પોતાની તાકાત સાબિત કરી દીધી છે અને અમેરિકા સહિત અન્ય દેશો તેને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.