તહેરાનઃ ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં એક અઠવાડિયાથી વધુ સમય પૂરો થયો, જ્યારે બંને દેશો લોહી તરસ્યા બનીને એકબીજાની સામે હુમલા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો ડ્રોન અને મિસાઈલ સહિત હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર 4,500થી વધુ હુમલા કર્યા છે.
ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં ખાસ કરીને ફાઈટર જેટ, ક્રૂઝ મિસાઈલ, પ્રિસિજન-ગાઈડેડ બોમ્બ અને ડ્રોનનો હુમલો કર્યો છે. હુમલામાં ઈરાનના લશ્કરી ઠેકાણા, એર ડિફેન્સ સિસ્ટમ, મિલાઈલ લોન્ચ સિસ્ટમ, કમાન્ડ સેન્ટર સહિત લશ્કરી છાવણીઓને નિશાન બનાવી હતી. આ હુમલાનો ઉદ્દેશ લશ્કરી કેમ્પને નબળી બનાવવાનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં મોટી જાનહાનિ પણ થઈ છે. ઇરાને વળતો જવાબ અમેરિકાના બેઝ કેમ્પ પર કરવામાં આવ્યો હતો, જેમાં યુએઈ સહિત અન્ય દેશ પર હુમલો કર્યો છે.
ઈરાને 3,500 વેક્ટરથી કર્યો હુમલો
ઈરાનની જવાબી કાર્યવાહીમાં ઈરાને પણ ડ્રોન અને મિસાઈલ એટેક કર્યાં છે. ઈરાને લગભગ 3,500 વેક્ટરનો ઉપયોગ કર્યો છે. વેક્ટર એટલે એવા તમામ શસ્ત્રોની પ્રણાલીનો સમાવેશ થાય છે, જેમાં બેલાસ્ટિક મિસાઈલ, ક્રૂઝ મિસાઈલ, ડ્રોન (યુએવી) અને રોકેટનો સમાવેશ થાય છે, જેમાં આશરે 905 મિસાઈલનો સમાવેશ થાય છે, જે લાંબા અંતરના હુમલા માટે સક્ષમ છે.
અસલી યુદ્ધ 'એર ડિફેન્સ' સિસ્ટમનું
આ યુદ્ધમાં સૌથી મહત્ત્વની ભૂમિકા એર ડિફેન્સ સિસ્ટમની છે, જે દેશ પાસે સૌથી વધુ મિસાઈલ અને ડ્રોન ઓન એર રોકી શકે છે, તેને વધુ ફાયદો થઈ શકે છે. ઈઝરાયલની પાસે આયરન ડોમ, ડેવિડ સ્લિંગ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વગેરે મજબૂત સિસ્ટમ છે. અમેરિકા તરફથી પેટ્રિયેટ મિસાઈલ સિસ્ટમ, THAAD (ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ સિસ્ટમ) રડાર સિસ્ટમ અને એજિસ કોમ્બેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે.
THAAD સિસ્ટમ સૌથી મોંઘી
THAAD સિસ્ટમ દુનિયાની સૌથી મોંઘી સંરક્ષણ સિસ્ટમ છે, જેમાં એક સિસ્ટમ પાછળ 8,000 કરોડથી 22,000 કરોડ સુધી થાય છે, જ્યારે સમગ્ર રડાર સિસ્ટમની કિંમત રુપિયા 27,000 કરોડ રુપિયાની છે. આ સિસ્ટમ અમેરિકા, ઈઝરાયલ, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા, યુએઈ અને ગુઆમ દ્વિપમાં છે.
બીજી બાજુ ઈરાનની પાસે બાવરR, ખોરદાદ એર ડિફેન્સ સિસ્ટમ અને HQ જેવી એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ પણ છે. ટૂંકમાં, યુદ્ધને આઠ દિવસ પૂરા થવા આવ્યા છે, ત્યારે બંને પક્ષ તરફથી મોટા પાયે મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ યુદ્ધ જમીનના બદલે હવાઈ હુમલા અને મિસાઈલ ક્ષમતા પર સૌથી વધુ નિર્ભર રહ્યા હતા.
યુદ્ધનો ધીમે ધીમે વિસ્તાર
આઠ દિવસમાં અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં લગભગ 4,500 હુમલા કર્યા છે, જ્યારે ઈરાને 3,500 હુમલા કર્યા છે, જેમાં મિસાઈલ, ડ્રોન અને રોકેટથી વળતો પ્રહાર કર્યો હતો, જેમાં 905 બેલાસ્ટિક મિસાઈલનો સમાવેશ થયા છે, જ્યારે મોટી લડત એર ડિફેન્સ સામે છે. આ યુદ્ધ ડાયરેક્ટ ઈઝરાયલ અને અમેરિકા સામે ઈરાન નિશાના પર છે, જેમાં કુલ 1,483 લોકોનાં મોત થયા છે, જેમાં સૌથી વધુ ઈરાનમાં જાનહાનિ થઈ છે.
ઇરાન પછી લેબનોન, ઈઝરાયલ, ઈરાકનો સમાવેશ થાય છે. ઉપરાંત, કુવૈત, બહેરિન, સાઉદી અરેબિયા, યુએઈ અને ઓમાનનો સ્માવેશ થાય છે. આ સંઘર્ષમાં અમેરિકાના છ સૈનિકનાં મોત થયા છે.
[19:10, 3/8/2026] Ajay Motiwala M S: લાઇવ બે્રકિંગ
ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી, ભારતની ટીમ યથાવત
અમદાવાદમાં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 ફૉર્મેટની સૌથી મોટી મૅચ રમાવાની છે જે માટેનો ટૉસ ન્યૂ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનરે જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ભારતને પ્રથમ બૅટિંગમાં ઢગલો રન કરીને કિવીઓને પડકારરૂપ લક્ષ્યાંક આપવાનો મોકો મળ્યો છે.
સૂર્યકુમારે સિક્કો ઉછાળ્યો હતો અને સૅન્ટનરે ટેઇલ્સનો કૉલ આપ્યો હતો. ટેઇલ્સ પડતાં તેણે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ભારતે સેમિ ફાઇનલની જ ટીમ જાળવી રાખી છે. એ જોતાં, અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તીને રમવાનો વધુ એક મોકો મળ્યો છે. ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં કોલ મૅકોન્કિના સ્થાને જેકબ ડફીને રમવાની તક અપાઈ છે.