ન્યૂ યોર્કઃ ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેની જંગ રોકાવવાનું નામ લઈ રહી નથી, જેમાં ખાડી દેશો સુધી આગ ફેલાઈ રહી છે. અમેરિકન પ્રશાસન આ યુદ્ધને મહાયુદ્ધ નહીં ગણાવીને સાથી રાષ્ટ્રોને એક કરવા મથી રહ્યું છે, જેમાં અગાઉ બ્રિટનએ પોતાના લશ્કરી મથકોનો ઉપયોગ કરવાની મનાઈ કર્યા પછી હવે વધુ એક દેશએ મનાઈ કરતો સૌથી મોટો ફટકો પડી શકે છે. એક બાજુ અમેરિકા-ઈઝરાયલ ઈરાન પર હુમલા કરી રહ્યું છે, ત્યારે ઈરાન પણ સામે યુદ્ધે ચઢ્યું છે, ત્યારે સ્પેનએ પણ અમેરિકાની મોટી ચેતવણી આપી દીધી છે.
સ્પેનનું કહેવું છે કે અમેરિકા તેના લશ્કરી ઠેકાણાનો ઉપયોગ ઈરાન માટે કરી શકે નહીં. વાસ્તવમાં સ્પેનના મોરોન અને રોટામાં અમેરિકાની સાથે તેના સંયુક્ત લશ્કરી મથકો આવેલા છે, ત્યારે સ્પેનએ કડક ચેતવણી આપ્યા પછી હવે અમેરિકાએ 15 એરક્રાફ્ટસ સ્પેનના લશ્કરી મથકોથી જર્મની અને ફ્રાન્સ જતા જોવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવે છે.
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટના અહેવાલ અનુસાર અમેરિકા અને ઈઝરાયલ મારફત ઈરાન પર હુમલો કરવામાં આવ્યા પછી દક્ષિણ સ્પેન સ્થિત રોટા અને મોરોન લશ્કરી મથકો પરથી ઓછામાં ઓછા પંદર અમેરિકન વિમાન ઉડાન ભરી ચૂક્યા છે.
Dursun Aydemir – Anadolu Agency
દરમિયાન સ્પેનના વિદેશ પ્રધાન જોસે મેન્યુઅલ અલ્બારેસે કહ્યું છે કે સ્પેન પોતાના લશ્કરી મથકો પરથી ઈરાન પર હુમલો કરવાની મંજૂરી આપશે નહીં, જે અમેરિકા અને સ્પેનના સંયુક્ત સંચાલિત છે, પરંતુ એ સ્પેનના સાર્વભૌમત્વ હેઠળ છે અને સ્પેન એ પહેલાથી ઈરાનના હુમલાની આકરી ટીકા કરી ચૂક્યું છે, તેથી તેનો ઉપયોગ તો ઈરાન પરના હુમલા માટે થવા દેશે નહીં.
આ અગાઉ સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેજ દ્વારા અમેરિકા-ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે સ્પેનનું અત્યારે અલગ વલણ છે, તેનાથી વોશિંગ્ટન સાથેના સંબંધોમાં વધુ તણાવ ઊભો થઈ શકે છે.