Mon Aug 31 2026

Logo

ઈરાને ચીનના બે  મોટા કન્ટેનર જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા રોક્યા, પરત મોકલ્યા

Tehran   2026-03-27 20:19:00
Author: Chandrakant Kanoja
ઈરાને ચીનના બે  મોટા કન્ટેનર જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા રોક્યા, પરત મોકલ્યા

તહેરાન: અમેરિકા -ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. જેમાં પણ ઈરાનને રશિયા અને ચીન દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં ઈરાને ચીન માટે  હોર્મુઝ સ્ટ્રેટને  સંપૂર્ણપણે ખુલ્લો રાખ્યો છે. જોકે, આજના નવા ઘટનાક્રમમાં ઈરાને ચીનને આંચકો આપતો નિર્ણય કર્યો છે. ઈરાને  હોર્મુઝ સ્ટ્રેટમાંથી ચીનની સરકારી કંપની  COSCO ના બે મોટા કન્ટેનર જહાજોને પરત મોકલી દીધા છે.

બે કન્ટેનર જહાજોને યુ-ટર્ન લેવાની અને પાછા ફરવાની ફરજ પડી

ઈરાને  મિત્ર દેશના  જહાજોને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરતા અટકાવ્યા હતા જેના કારણે બે કન્ટેનર જહાજોને યુ-ટર્ન લેવાની અને પાછા ફરવાની ફરજ પડી.જ્યારે  યુદ્ધ ફાટી નીકળ્યા બાદ  ચીની શિપિંગ કંપનીએ ગલ્ફ ક્ષેત્રના સ્થળો માટે બુકિંગ સ્થગિત કરી દીધું હતું. જોકે, ઇરાનની મિત્રો દેશો માટે જળમાર્ગ ખુલ્લો હોવાની કરેલી  જાહેરાત બાદ બુધવારે  કંપનીએ  ગલ્ફ દેશો માટે બુકિંગ ફરી શરૂ કર્યું હતું. તેમજ  તેના કન્ટેનર જહાજો જે સમુદ્રમાં નિષ્ક્રિય હતા. તેને સક્રિય કર્યા હતા તેમજ  તેમાંથી બેએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને ઇરાને અટકાવ્યા હતા.

જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો 

જહાજની ગતિવિધિઓ પર નજર રાખતી મરીન ટ્રાફીકની માહિતી અનુસાર  જહાજોનું પરત ફરવું એ સંકેત આપે છે કે ચીની જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી સલામત માર્ગની ગેરંટી મેળવવામાં અસમર્થ હતા. આ  સંઘર્ષ ફાટી નીકળ્યા બાદ  આ પ્રથમ વાર છે જ્યારે કોઈ મુખ્ય કન્ટેનર શિપિંગ ઓપરેટરના જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો છે.

વિવિધ દેશોના ત્રણ કન્ટેનર જહાજોને પરત મોકલ્યા

જ્યારે ઈરાનના  રિવોલ્યુશનરી ગાર્ડસે  જણાવ્યું હતું કે તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ જહાજોને પરત મોકલ્યા છે.  તેમણે વધુમાં જાહેર કર્યું કે આ માર્ગ  અમેરિકા, ઇઝરાયલ શાસન અને તેમના સાથીઓના જહાજો માટે માટે બંધ છે. તેમજ કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ખોટો દાવો કરી રહ્યા છે કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો છે. આ સંપૂર્ણ પણે અમારા નિયંત્રણમાં છે અને વિવિધ દેશોના ત્રણ કન્ટેનર જહાજોને પરત મોકલ્યા છે. 

આ દરમિયાન ઈરાને મધ્ય પૂર્વના નાગરિકોને અમેરિકન લશ્કરી બેઝની આસપાસના વિસ્તારોથી દૂર રહેવાની પણ અપીલ કરી છે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે મહિનાથી ચાલી રહેલા યુદ્ધને  સમાપ્ત કરવા માટે વાટાઘાટો  સારી રીતે ચાલી રહી છે.