Sat Apr 18 2026

Logo

સાઉદીમાં મુનિરની બેઠક બાદ ઈરાન નરમ પડ્યું? ઈરાની રાષ્ટ્રપતિએ માફી માંગી

tehran   2026-03-07 16:58:45
Author: Mumbai Samachar Team
Article Image

તહેરાનઃ મિડલ ઈસ્ટમાં માહોલ તણાવગ્રસ્ત છે. યુદ્ધની આ સ્થિતિ વચ્ચે એક નવો ટ્વિસ્ટ સામે આવ્યો છે. પાકિસ્તાનની સેનાના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનિર સાઉદી અરેબિયાની મુલાકાતે પહોંચ્યા હતા. સાઉદીમાં જઈને એમણે સુરક્ષાની વાત કરી હતી. આ વાત ઉચ્ચારતા જ ઈરાન નરમ પડ્યું હતું. એક સંકેત મળતા આ વાત કહી શકાય છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેશકિયને માફી માગતા કહ્યું હતું કે, હવે ઈરાન એમને કોઈ પ્રકારનું નુકસાન નહીં કરે,જોકે આ સાથે એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી. ઈરાની રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ઈરાનનો ઈરાદો પાડોશી દેશને ટાર્ગેટ કરવાનો બિલકુલ નથી પણ જ્યારે એમની તરફથી કોઈ પ્રકારનો હુમલો થશે તો જવાબી હુમલો અવશ્ય થશે. 

કોઈ પ્રકારનો હુમલ નહીં કરે

ઈરાનના પાડોશી દેશ જો ઈરાન પર કોઈ પ્રકારનો હુમલો નહીં કરે તો ઈરાન પણ કોઈ પ્રકારનું નુકસાન પાડોશી દેશને નહીં પહોંચાડે. મિસાઈલ કે ડ્રોન હુમલો નહીં કરે. પેદેશકિયને ઉમેર્યું હતું કે, હું મારા તરફથી અને ઈરાન તરફથી પાડોશી રાષ્ટ્રની માફી માગું છું જેને અમે આ યુદ્ધ દરમિયાન ટાર્ગેટ કર્યા. ઈરાનના હાઈકમાન્ડે એવી પોલીસી નક્કી કરી છે જેમાં પાડોશી દેશ પર કોઈ પ્રકારે હુમલો કરવામાં નહીં આવે. જ્યાં સુધી પાડોશી રાષ્ટ્ર ઈરાન પર કોઈ હુમલો નહીં કરે ત્યાં સુધી ઈરાન પણ કોઈ દેશને નુકસાન નહીં પહોંચાડે. ઈરાનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનિર સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. મુનિરે સાઉદી અરેબિયાના રક્ષામંત્રી ખાલિદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. આ એક સુરક્ષા બેઠક હતી. 

યુદ્ધ પર ચર્ચા વિચારણા થઈ

રીપોર્ટ અનુસાર ખાલિદ બિન સલમાન અને મુનિર વચ્ચે થયેલી ચર્ચામાં યુદ્ધનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ઈરાન તરફથી થયેલા ડ્રોન અને મિસાઈલ હુમલાની પણ વાત-ચીત કરવામાં આવી હતી. આ સિવાય સાઉદી અરેબિયા અને પાકિસ્તાન ડિફેન્સના મુદ્દાઓ ઉપર પણ વિસ્તારથી વાતચીત થઈ હતી. ડિફેન્સ પેક્ટ અનુસાર કોઈ એક રાષ્ટ્ર પર હુમલો એ બીજા રાષ્ટ્ર પર  હુમલો માની શકાય છે. પાકિસ્તાન અને સાઉદી વચ્ચે રાણનીતિક સમજુતી અંતર્ગત ક્ષેત્રિય સુરક્ષા સ્થિતિ પર ચર્ચા થઈ હતી. આ સમજુતી વર્ષ 2025માં થઈ હતી. જે અંતર્ગત બન્ને દેશ એકબીજાની સુરક્ષામાં સહયોગ આપવા સહમત થયા છે. આસિમ મુનિરે સાઉદીને ખાતરી આપી હતી કે, જો સાઉદીની સુરક્ષાને કોઈ નુકસાન થયું તો પાકિસ્તાન સુરક્ષા સહયોગ આપશે. 

ચોંકાવનારૂ ટાઈમિંગ

ઈરાની રાષ્ટ્રપતિ તરફથી માફી માગવાની ઘટના અને આસિમ મુનિરની સાઉદીની મુલાકાતમાં ચોંકાવનારૂ પાસું ટાઈમિંગનું છે. જ્યારે મુનિર સાઉદી જાય છે એ જ સમયે ઈરાનના રાષ્ટ્રપતિ માફી માગે છે. આ પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, પાકિસ્તાનને કારણે ઈરાનના રાષ્ટ્રપતિ માફી માગી રહ્યા છે, પણ ખરેખર એવું બિલકુલ નથી. હકીકત એવી પણ છે કે, અમેરિકાની લશ્કરી છાવણી ખાડીના જુદા જુદા દેશમાં છે. સાઉદીમાં પણ અમેરિકાનો બેઝ કેમ્પ છે, જેના પર ઈરાને હુમલો કર્યો હતો. ઈરાન તરફથી થયેલા ડ્રોન કે મિસાઈલ હુમલાને સાઉદીએ જ તોડી પાડ્યા હતા. કેટલીક મિસાઈલને કારણે શહેરને મોટું નુકસાન પણ થયું હતું. આ સમયે ઈરાને એવું કહ્યું હતું કે, અમારો ઈરાદો શહેરને ટાર્ગેટ કરવાનો ન હતો પણ અમેરિકી બેઝ કેમ્પનો ખાતમો બોલાવવાનો હતો.