નવી દિલ્હીઃ iphoneનું નવું મોડલ iphone18 pro અને iphone18 promaxનું શુક્રવારે સેલિંગ શરૂ થઈ ગયું છે. જેને ખરીદવા માટે યુવાનોની લાઈ લાગી ચૂકી છે. આ માટે યુવાનોએ ગુરૂવારની રાતથી જ iphoneના સ્ટોર પર લાઈન લગાવી દીધી હતી. લોકોમાં iphone18 ખરીદવાનો દમદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો વહેલી સવારથી જ iphone સ્ટોર પર આવી ગયા હતા અને પછી સેલિંગ શરૂ થયું હતું. દેશના મહાનગર મુંબઈ, નોઈડા અને રાજધાની દિલ્હીમાં આ લાઈન જોવા મળી છે.
પ્રી બુકિંગનું વેચાણ શરૂ
iphoneના નવા મોડલનું વેચાણ ભારતમાં શરૂ થઈ ગયું છે. એપલ સ્ટોર ખુલતાની સાથે જ યુવાનો આને લેવા માટે દોડી ગયા હતા. દેશમાં સૌથી પહેલા નવો ફોન ખરીદવાની ઈચ્છાને પૂરી કરવા માટે યુવાનોએ રાતથી જ લાઈન લગાવી દીઘી હતી. જ્યારે કેટલાક યુવાનો વહેલી સવારે પહોંચ્યા હતા. 8 વાગ્યે આનું સેલિંગ શરૂ થવાનું હતું. એપલ સ્ટોરની બાહર નવો ફોન ખરીદવા માટે યુવાનોએ એ લાંબી લાઈનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો, જ્યારે એપલ સ્ટોરના સ્ટાફ અને મેનેજર્સે આ યુવાનોનું તાલીઓ વગાડીને સ્વાગત પણ કર્યું હતું.
#WATCH | Maharashtra: Apple begins the official sale of the iPhone 18 Pro and iPhone 18 Pro Max; a large number of people throng the company's store at Jio World Drive in Mumbai pic.twitter.com/PyFjeG24ag
— ANI (@ANI) September 18, 2026
દિલ્હીના સિલેક્ટસિટી વૉક મોલમાં એપલ સ્ટોર આવેલો છે. અહીંયા યુવાનોએ વહેલી સવારથી લાઈન લગાવી દીધી હતી. ફોન ખરીદવાના એક્ઝાઈમેન્ટને લઈને એક યુવાને કહ્યું હતું કે,આ કોઈ એક ફોન નથી પણ એક બ્રાંડ છે. અમે એક બ્રાંડની ખરીદી કરવા માટે આવ્યા છે. આનો ઉપયોગ કર્યા બાદ જ આ ફોન કેવો છે એના રીવ્યૂ આપી શકીએ. અન્ય એક યુઝરે કહ્યું કે, હું મારો જૂનો iphone આપીને નવો લેવા માટે આવ્યો છું. જરૂરી નથી કે, જે નવો લૉંચ થયો છે એ જ ખરીદું.
#WATCH | Maharashtra: A customer says, "I’ve got the first phone. I’m really excited. I was trying to get the first one; I’d been waiting here for about 10 to 12 hours for this. Finally, the first phone is in my hands..." https://t.co/X4UWZztFjb pic.twitter.com/l0rHsCtjMs
— ANI (@ANI) September 18, 2026
હરિયાણાથી પણ આવ્યા લોકો
આ યુવાને પોતાને વાત આગળ કરતા કહ્યું કે, ઘણા એપલ સ્ટોરવાળા કેટલાક પૈસા લેસ કરી આપે છે. આ પણ એક કંપની પોલિસી અનુસાર જ થાય છે. પણ સામે iphone જ હોવો જોઈએ. નવા ફોનમાં નવા ફીચર્સ છે, નવી અપડેટ પણ છે. કર્ણાટકના મહાનગર બેંગ્લુરૂમાં એપલ સ્ટોરની બાહર યુવાનોએ લાઈન લગાવી હતી. વહેલી સવારથી જ ઈન્ટરનેટ પર એની અપડેટ ચેક કરી રહ્યા હતા. જ્યારે નોઈડાના DLF મોલમાં ખાસ સિક્યોરિટી મૂકવી પડી હતી એટલી લાંબી લાઈન જોવા મળી હતી.
#WATCH | Bengaluru: A customer, Rahul, says, "I've been here since around 5 AM. There was a long queue. People from Haryana, Delhi, and Mumbai are here just to buy the iPhone. I've been purchasing iPhones for a very long time. I remember my first iPhone was an iPhone 7. Since… https://t.co/rC6edKr88R pic.twitter.com/YopKzd0Lsm
— ANI (@ANI) September 18, 2026
સ્ટોર ખુલતાની સાથે જ તમામ ગ્રાહકોને વેલકમ કરવામાં આવ્યું અને પછી iphone18ના બન્ને ફોનને ડિસપ્લેમાં મૂકવામાં આવ્યા હતા. મુંબઈના પણ વર્લ્ડ ડ્રાઈવ મોલમાં યુવાનોએ પાર્કિંગ સુધી સુધી લાઈન લંબાવી દીધી હતી. નવા ફોનમાં ખાસ સ્પોર્ટ્સ ફીચર આપવામાં આવ્યું છે. જેને લઈને યુવાનોમાં તેનો અલગથી ક્રેઝ જોવા મળી રહ્યો છે. બેંગ્લુરૂ સ્ટોર પરથી એક યુવાને કહ્યું હતું કે, લોકો હરિયાણાથી અહીંયા માત્ર ફોન લેવા માટે આવ્યા છે. હું દસ કલાક લાઈનમાં ઊભો રહ્યો અને પછી અંદર જવા મળ્યું છે. જ્યારે iPhone7 આવ્યો એ સમયથી હું iPhone વાપરી રહ્યો છું. હવે નવો લૉંચ થયેલો ફોન લેવા માટે આવ્યો છું.
મહારાષ્ટ્રનો પહેલો ફોન લેનાર મૂળ સુરતનો
હાલમાં સ્થિતિ એવી છે કે, જે લોકોનું પ્રી-બુકિંગ છે એને જ ફોન આપી રહ્યા છે. હવે પ્રી બુકિંગને લઈને પણ ક્યૂ વધી ચૂકી છે. મારા માટે તો આ એક ફેસ્ટિવલ છે કે, નવો લૉંચ થયેલો ફોન હું ખરીદી રહ્યો છું. હોપ ફોર ધ બેસ્ટ કે ફોન મળી જાય. હાલમાં કંપનીની પ્રાયોરિટી પ્રી બુકિંગને લઈને છે. અન્ય એક યુવાને એવું પણ કહ્યું કે, 12 કલાક અહીંયા રોકાયા પછી આખરે પહેલો ફોન મળી ગયો છે. હવે આનો એક્સેસ કર્યા બાદ હું આના રીવ્યૂ આપી શકું, મને તો એ વાતની ખુશી છે કે, મુંબઈમાંથી પહેલો ફોન મારા હાથમાં આવ્યો છે. હું ગુજરાતના મહાનગર સુરતમાંથી આવ્યો છું અને ખાસ મુંબઈ ફોન લેવા માટે આવ્યો છે. રાત્રીના 3 વાગ્યાથી અહીંયા રાહ જોઈ રહ્યો છું. સવારે 5 વાગ્યા લાઈન થવાની શરૂ થઈ હતી. મેં માત્ર iPhone5 જ મિસ કર્યો છે બાકી ઓલમોસ્ટ બધાય iPhone વાપરી ચૂક્યો છું.
