Fri Sep 04 2026

Logo

સિંધુ જળ સમજૂતી સ્થગિત કરવાની અસર, પાકિસ્તાનમાં પાણીની  અછત, 24 કરોડ લોકો મુશ્કેલીમાં

Islamabad   2026-07-02 16:27:03
Author: Chandrakant Kanoja
સિંધુ જળ સમજૂતી સ્થગિત કરવાની અસર, પાકિસ્તાનમાં પાણીની  અછત, 24 કરોડ લોકો મુશ્કેલીમાં

ઇસ્લામાબાદ : જમ્મુ કાશ્મીરમાં વર્ષ 2025માં પાકિસ્તાન દ્વારા કરાયેલા પહલગામ આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેની બાદ ભારતે પાકિસ્તાન સાથેના વર્ષ 1960ની સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી દીધી છે. જેના પગલે હાલમાં પાકિસ્તાન પાણીની તીવ્ર અછત અનુભવી રહ્યું છે.  ભારત દ્વારા પાણી રોકવાથી પાકિસ્તાનના 24 કરોડ  લોકો મુશ્કેલીમાં મુકાયા  છે. 

16,000 ક્યુસેક ઓછું પાણી છોડવામાં આવ્યું

આ અંગે પાકિસ્તાનના સિંધુ જળ આયોગના કમિશનર મેહર અલી શાહે  પાણીની અછતનો ડેટા જાહેર કર્યો છે. મેહર અલીના જણાવ્યા અનુસાર આ વર્ષે મે મહિનામાં આશરે 16,000 ક્યુસેક ઓછું પાણી છોડવામાં આવ્યું હતું. આ આંકડો ફક્ત ચિનાબ નદીનો છે. પાકિસ્તાન હજુ પણ સિંધુ અને અન્ય નદીઓનો ડેટા એકત્રિત કરી રહ્યું છે. મેહર અલી કહે છે કે ભારત દ્વારા પાણી રોકવાથી પાકિસ્તાનના 24 કરોડ  લોકો મુશ્કેલીમાં મુકાયા  છે.

પાકિસ્તાનના અખબારના  તંત્રીલેખમાં  મેહર અલી શાહે જણાવ્યું હતું કે, મે 2025 થી પાણીનો પ્રવાહ ઘટી રહ્યો છે. તેમજ  શરૂઆતમાં અમને લાગ્યું હતું કે તેમાં સુધારો થશે, પરંતુ હવે ઉપલબ્ધ આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. એપ્રિલ 2025 માં પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી હતી. 

 ભારતે ચેનાબ નદીને બિયાસ નદી તરફ  વાળી દીધી 

આ ઉપરાંત સિંધુ જળ આયોગના કમિશનરે જણાવ્યું હતું કે,  ભારતે ચેનાબ નદીને બિયાસ નદી તરફ  વાળી દીધી હતી  જેના કારણે પ્રવાહ ઓછો થયો હતો. જેના લીધે  મે 2025 માં પાકિસ્તાનના મરાલા ખાતે ચેનાબ નદીનો પ્રવાહ વરસાદ વિના 78,276 ક્યુસેકથી ઘટીને 1,527 ક્યુસેક થયો હતો.

ચેનાબ નદીમાંથી 16,000 ક્યુસેક પાણી ઓછું મળ્યું 

જ્યારે  ડિસેમ્બરમાં  તે વધુ ઘટીને 870 ક્યુસેક થયું હતું. ભારતના  પાણી રોકવાના નિર્ણયની અસર આ વર્ષે પણ અનુભવાઈ છે. તેમજ મે 2026 માં આ જ સમયગાળા દરમિયાન  મરાલા નજીક પાણીનો પ્રવાહ 21,887 થી ઘટીને 5,689 ક્યુસેક થયો છે. જેના પગલે  પાકિસ્તાનને ચેનાબ નદીમાંથી આશરે 16,000 ક્યુસેક પાણી ઓછું મળ્યું. તેમજ ભારત દ્વારા પાણી રોકવાના નિર્ણય પૂર્વે  પાકિસ્તાનને સરેરાશ 46,000 થી 48,000 ક્યુસેક પાણી મળતું હતું.