Mon Jul 27 2026

Logo

ઇન્દોરમાં વંદે માતરમ ગાવાનો ઇનકાર કરનાર કોંગ્રેસનાં બે મહિલા કોર્પોરેટર સામે FIR દાખલ

2026-04-15 19:49:03
Author: Mumbai Samachar Team
Article Image

ઇન્દોરઃ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પોલીસે આજે કોંગ્રેસનાં બે મહિલા કોર્પોરેટર સામે રાષ્ટ્રગીત 'વંદે માતરમ' ગાવાનો ઇનકાર કર્યા બાદ સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના આરોપસર કેસ દાખલ કર્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ૮ એપ્રિલના રોજ ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર ફૌઝિયા શેખ અલીમે ઇસ્લામિક માન્યતાઓનો હવાલો આપતા વંદે માતરમ ગાવાનો ઇનકાર કર્યો હતો. બીજા એક કોર્પોરેટર રૂબીના ઇકબાલ ખાન કે જેઓ સ્વતંત્ર ઉમેદવાર તરીકે નગર નિગમ ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે પણ ફૌઝિયાના વલણને સમર્થન આપતા રાષ્ટ્રગીત ગાવાનો ઇનકાર કર્યો હતો.

અધિક નાયબ પોલીસ કમિશ્નર અમરેન્દ્ર સિંહે જણાવ્યું કે એક ફરિયાદની તપાસ બાદ ફૌઝિયા અને રૂબીના વિરુદ્ધ એમજી રોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા(બીએનએસ)ની કલમ ૧૯૬(વિવિધ સમુદાયો વચ્ચે સૌહાર્દ જાળવવા માટેનું પ્રતિકૂળ કૃત્ય) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે પોલીસે છેલ્લા બે દિવસમાં બંને કોર્પોરેટરોને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને તેમના નિવેદનો નોંધ્યા હતા. સિંહે કહ્યું કે આખરે કેસ પ્રથમ દ્રષ્ટિએ નોંધનીય જણાતા અમે એફઆઇઆર નોંધી છે અને વિગતવાર તપાસ આદરી છે.