Wed Aug 19 2026

Logo

ચેન્નઇ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેંડિંગ, એન્જિનમાં આવી ખરાબી, વિમાનમાં સવાર હતા 224 લોકો

2026-08-12 12:44:06
Author: Mumbai Samachar Team
Article Image

કોલકાતાથી ચેન્નઈ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-723ના લેફ્ટ એન્જિનમાં લેન્ડિંગના થોડા સમય પહેલા જ ખામી સર્જાઈ હતી. ફ્લાઈટમાં 224 લોકો સવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાઇલટની જાણકારી બાદ ચેન્નઈ એરપોર્ટ પર મંગળવારે મોડી રાત્રે 11:29 વાગ્યે 'ફુલ ઈમરજન્સી' જાહેર કરવામાં આવી હતી. વિમાને 11:37 વાગ્યે રનવે 25 પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. તમામ 224 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.

ઈમરજન્સીની માહિતી મળતા જ એરપોર્ટ પર જરૂરી સુરક્ષા વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી હતી. ફ્લાઈટના સુરક્ષિત લેન્ડિંગ માટે ફાયર બ્રિગેડ અને અન્ય ઈમરજન્સી સેવાઓને તૈયાર રાખવામાં આવી હતી. ફ્લાઈટના ચેન્નઈ પહોંચવાનો નિર્ધારિત સમય રાત્રે 11:30 વાગ્યાનો હતો, જ્યારે તે 11:37 વાગ્યે પહોંચશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

લેન્ડિંગ બાદ એરપોર્ટ પર હાજર અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. કોઈ મોટા અકસ્માતના સમાચાર નથી. ફ્લાઈટના સુરક્ષિત ઉતરાણ બાદ ચેન્નઈ એરપોર્ટ પર જાહેર કરાયેલી 'ફુલ ઈમરજન્સી' રાત્રે 11:47 વાગ્યે સત્તાવાર રીતે હટાવી લેવામાં આવી હતી.

ચેન્નઈ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ એરપોર્ટની તમામ કામગીરી સામાન્ય રીતે ચાલી રહી છે.

ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા

ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં ટેકનિકલ ખામીનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ અલગ-અલગ ફ્લાઈટ્સમાં એન્જિનની ખામી અને ટેકનિકલ સમસ્યાઓ બાદ વિમાનોનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે.

માર્ચ 2026માં વિશાખાપટ્ટનમથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-579ના એન્જિનમાં ખામી હોવાની આશંકા સામે આવી હતી. ત્યાર બાદ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 'ફુલ ઈમરજન્સી' જાહેર કરવામાં આવી હતી. તમામ સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

સુરક્ષિત લેન્ડિંગ બાદ હટાવાઇ ઇમરજન્સી

વિમાનના સુરક્ષિત લેન્ડિંગ અને સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ રાતે 11:47 વાગ્યાથી ફુલ ઇમરજન્સી હટાવી લેવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે ઘટના છતાં ચેન્નઇ એરપોર્ટ પર અન્ય વિમાનોનું ઓપરેશન સામાન્ય રીતે ચાલુ રહ્યું. વિમાનમાં આવેલી ખરાબીની તપાસ કરવામા આવી રહી છે. 

પહેલા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવી હતી પરેશાની

અગાઉ 4 ઓગસ્ટે ફુકેતથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની એક એરબસ A320 ફ્લાઇટમાં પણ ઉડ્યન દરમ્યાન ટેકનિકલ સમસ્યા સામે આવી હતી. વિમાન અચાનક કેટલીક ઉંચાઈથી નીચ આવ્યું પરંતુ ચાલક દળે સ્થિતિને નિયંત્રણમાં લઇ લીધી અને વિમાનનું દિલ્હીમાં સુરક્ષત લેન્ડિંગ કરાવ્યું.