નવી દિલ્હીઃ આ વખતેના દિવાળી વેકેશનમાં વિદેશમાં ફરવા જવાનો વિચાર હોય તો એક મહત્ત્વના સમાચાર જાણવા જરૂરી છે. એક કે બે નહીં પણ 9 દેશોએ વિઝા માટેના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. ભારતીયો માટે આ નિયમોમાં થયેલા ફેરફાર લાગુ પડે છે. ભારતીય પાસપોર્ટ ધરાવતા લોકો માટે હવે વિદેશયાત્રાના નિયમ બદલ્યા છે.
વર્ષ 2026માં અનેક દેશે પોતાના વિઝાના નિયમમાં ફેરફાર કર્યા છે. જેની સીધી અસર આવનારા વેકેશનમાં વિદેશ ફરવા જનારા લોકો પર પડી શકે એમ છે. કેટલાક દેશમાં હવે ઓનલાઈન વિઝાની જરૂર પડશે તો કેટલાક દેશે ભારતીયો માટે રસ્તો વિકટ કરી દીધો છે. હવે ભારતીયો માટે વિદેશમાં એન્ટ્રી લેવી સરળ નથી.
વિઝા ફ્રી નથી
વિઝા ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ વિઝાના તફાવતને સમજવો પહેલા કરતા વધારે જરૂરી છે. વિશ્વભરના પાસપોર્ટનું ક્રમાંકન કરતા 'પાસપોર્ટ ઈન્ડેક્સ' (Passport Index) દ્વારા તેનું તાજેતરનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 199 દેશની યાદીમાં ભારત ૭૩મા સ્થાને છે. આ ક્રમાંક એ બાબત દર્શાવે છે કે ભારતીય પાસપોર્ટધારકો કેટલા દેશોમાં વિઝા-મુક્ત અથવા સરળ વિઝા પ્રક્રિયા સાથે મુસાફરી કરી શકે છે.
2025ની યાદીની સરખામણીમાં, હવે ભારતીય પાસપોર્ટ ધારકોએ વધુ ચાર દેશો માટે વિઝા મેળવવાની જરૂર પડશે. આ ઉપરાંત, પાંચ દેશોએ ભારતીયો માટે 'વિઝા-ઓન-અરાઈવલ' (આગમન સમયે વિઝા)ની સુવિધા બંધ કરી દીધી છે, જે એક નોંધપાત્ર ફેરફાર છે. વિશ્વભરના પાસપોર્ટનું ક્રમાંકન કરતા 'પાસપોર્ટ ઈન્ડેક્સ' (Passport Index) દ્વારા તેનું તાજેતરનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
199 દેશોની યાદીમાં ભારત 73માં સ્થાને છે. આ ક્રમાંક એ બાબત દર્શાવે છે કે, ભારતીય પાસપોર્ટ ધારકો કેટલા દેશોમાં વિઝા-મુક્ત અથવા સરળ વિઝા પ્રક્રિયા સાથે મુસાફરી કરી શકે છે. 2025ની યાદીની સરખામણીમાં, હવે ભારતીય પાસપોર્ટ ધારકોએ વધુ ચાર દેશો માટે વિઝા મેળવવાની જરૂર પડશે.
ઈ વિઝા સિસ્ટમને સમજો
આ ઉપરાંત, પાંચ દેશોએ ભારતીયો માટે 'વિઝા-ઓન-અરાઈવલ' (આગમન સમયે વિઝા)ની સુવિધા બંધ કરી દીધી છે, જે એક નોંધપાત્ર ફેરફાર છે. લાઓસ અને કતારમાં વિઝા ઓન અરાઈવલ પર વિઝા સુવિધાને ફરજિયાત ઈ-વિઝા સિસ્ટમથી બદલવામાં આવી છે. આનો સીધો અર્થ એ થયો કે, પ્રવાસીઓએ આગમન પર વિઝા મેળવવાને બદલે, તેમની સફર પહેલાં ઓનલાઈન અરજી કરવી પડશે.
આ માટે મંજૂરી મેળવવી પડશે. શ્રીલંકા પણ અરાઈવલ વિઝા મોડેલથી ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ETA) સિસ્ટમ તરફ વળ્યું છે, જેને પૂર્વ મંજૂરીની જરૂર છે. ઈરાને નવેમ્બર 2025માં વિઝા ઓન અરાઈવલ પર વિઝા સુવિધા પહેલાથી જ બંધ કરી દીધી હતી અને હવે ઈ-વિઝા જરૂરી છે. આ બધા ફેરફારોને કારણે મુસાફરી પહેલાંની તૈયારીઓ વધુને વધુ મહત્વપૂર્ણ બને છે. આ સાથે સારી વાત એ છે કે, ઘણા દેશે પોતાની વિઝા પ્રક્રિયાને સરળ કરી દીધી છે. ચિલી, ઘાના અને વેનેઝુએલા જેવા દેશમાં પહેલાથી જ જ્યાં સામાન્ય વિઝા લેવા અનિવાર્ય છે એ જગ્યાઓ પર હવે ઈ વિઝા ઓપ્શન શરૂ કરી દેવામાં આવ્યો છે.