Wed Apr 22 2026

Logo

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા, આ સેક્ટરમાં મોટો ઘટાડો

2026-04-22 10:19:10
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ભારતીય શેર બજારની તેજી પર બ્રેક લાગી છે, આજે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે કારોબાર શરુ થયો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક 253 પોઈન્ટના ઘટાડા સાથે 79,019 પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 105 પોઈન્ટના ઘટાડા સાથે 24,470 પર ખુલ્યો.

આજે શરૂઆતના કારોબારમાં IT સેક્ટરની કંપનીઓના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો. HCL ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, TCS અને વિપ્રો ટોપ લૂઝર્સ રહ્યા. ટ્રેન્ટ, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી એન્ટરપ્રાઇઝ અને જિયો ફાઇનાન્શિયલ ટોચના ગેઇનર્સ રહ્યા.  

યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો, ડોલર સામે રૂપિયો 21 પૈસા ઘટીને 93.71 પર ખુલ્યો.

એશિયન બજારોમાં મિશ્ર વલણ:

બુધવારે એશિયન બજારોમાં શરૂઆતના કારોબારમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનાં નિક્કી-225માં 0.20%નો વધારો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં 0.62%નો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાનાં કોસ્પી ઇન્ડેક્સમાં 0.03%નો ઘટાડો નોંધાયો, જ્યારે સ્મોલ-કેપ કોસ્ડેક ઇન્ડેક્સમાં 0.42%નો ઘટાડો નોંધાયો.

યુએસ બજારો ઘટાડા સાથે બંધ થયા:

મંગળવારે યુએસ બજારો ઘટાડા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ, S&P 500 અને નાસ્ડાક ત્રણેય ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 292 પોઇન્ટના ઘટાડા સાથે 49,149 પર બંધ થયો, જ્યારે S&P 500 45 પોઇન્ટના ઘટાડા સાથે 7,064 પર બંધ થયો. 

ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા:

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાવવાનો સંકેત આપ્યો છે, ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે, પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે ચિત્ર સ્પષ્ટ ન થતા હજુ અસ્થિરતા યથાવત છે. બ્રેન્ટ ક્રૂડ $98 પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું.