Sat Mar 14 2026

Logo

શેરબજારની સુસ્ત શરૂઆત; સેન્સેક્સના આ શેરોમાં મોટો ઘટાડો

3 weeks ago
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: આજે સતત બીજા દિવસે ભારતીય શેર બજારે ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 79 પોઈન્ટના ઘટાડા સાથે 83,197 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 44 પોઈન્ટ ઘટાડા સાથે 25,631 પર ખુલ્યો.

સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 9 કંપનીના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, જ્યારે બાકીની  21 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા. નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી માત્ર 11 કંપનીના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, બાકીની 39 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા.
સેન્સેક્સ કંપનીઓમાં, એશિયન પેઇન્ટ્સના શેર સૌથી વધુ 1.27 ટકાના વધારા સાથે ખુલ્યા, ક્વોલિટી વોલ્સ ઇન્ડિયાના શેર આજે સૌથી વધુ 3.42 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.

આ શેર વધારા સાથે ખુલ્યા:
સેન્સેક્સ પર BELનાં શેર 1.22 ટકા, ઇન્ફોસિસનાં શેર 0.82 ટકા, ITCનાં શેર 0.53 ટકા, L&Tનાં શેર 0.14 ટકા, ઇન્ડિગોનાં શેર 0.13 ટકા, ટેક મહિન્દ્રાનાં શેર 0.12 ટકા, પાવર ગ્રીડનાં શેર 0.12 ટકા અને HCL ટેકનાં શેર 0.03 ટકાના વધારા સાથે ખુલ્યા.

આ શેર ઘટાડા સાથે ખુલ્યા:
સેન્સેક્સ પર એટરનલ શેરનાં શેર 1.77 ટકા, ટ્રેન્ટનાં શેર 1.03 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટનાં શેર 0.86 ટકા, ટાટા સ્ટીલનાં શેર 0.80 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં શેર 0.77 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં શેર 0.63 ટકા, NTPCનાં શેર 0.49 ટકા, બજાજ ફાઇનાન્સનાં શેર 0.45 ટકા, ICICI બેંકનાં શેર 0.40 ટકા, ટાઇટનનાં શેર 0.39 ટકા, એક્સિસ બેંકનાં શેર 0.38 ટકા, મારુતિ સુઝુકીનાં શેર 0.33 ટકા, કોટક મહિન્દ્રા બેંકનાં શેર 0.31 ટકા, સન ફાર્માનાં શેર 0.31 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરનાં શેર 0.30 ટકા, HDFC બેંકનાં શેર 0.24 ટકા, ભારતી એરટેલનાં શેર 0.22 ટકા, બજાજ ફિનસર્વનાં શેર 0.12 ટકા, TCSનાં શેર 0.11 ટકા અને SBIનાં શેર 0.09 ટકાના ઘાટાડા સાથે ખુલ્યા.

ગઈ કાલે સોમવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા હતાં, દિવસભર ઉતારચઢાવ બાદ વધારા સાથે બંધ થયા હતાં, સેન્સેક્સ 650 પોઈન્ટના ઉછાળા સાથે 83,277 પર અને નિફ્ટી 211 પોઈન્ટના વધારા સાથે 25,682 પર બંધ થયો હતો. 

આંતરરાષ્ટ્રીય બજારો પર એક નજર:
આજે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં ઘટાડો નોધાયો. જાપાનના ઇન્ડેક્સ નિક્કીમાં 0.5 ટકાનો ઘટાડો અને ટોપિક્સમાં 0.2 ટકાનો ઘટાડો નોંધાયો. લ્યુનાર ન્યુ યરની રજાઓ માટે ચીન, હોંગકોંગ, સિંગાપોર, તાઇવાન અને દક્ષિણ કોરિયાના બજારો આજે મંગળવારે બંધ છે.
સોમવારે રાષ્ટ્રપતિ દિવસની રજાને કારણે યુએસ વોલ સ્ટ્રીટ શેરબજાર બંધ રહ્યા. યુએસ સ્ટોક ફ્યુચર્સમાં મિશ્રે વલણ જોવા મળ્યું, S&P 500 ફ્યુચર્સમાં 0.1 ટકાનો વધારો નોંધાયો, નાસ્ડાક 100 ફ્યુચર્સમાં 0.2 ટકાનો વધારો નોંધાયો અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ફ્યુચર્સમાં 0.2 ટકાનો વધારો નોંધાયો.