Mon Apr 20 2026

Logo

વેકેશનના પગલે ભારતીય રેલવે દોડાવશે 900 ઉનાળુ સ્પેશિયલ ટ્રેનો, મુસાફરોને મળશે રાહત

2026-04-20 21:54:13
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: ગુજરાતના સુરતમાં ઉધના સ્ટેશન પર રેલવે તંત્રની બેદરકારીથી રવિવારે ભારે અફડા તફડી મચી હતી. જેની બાદ પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જોકે, આ ઘટના બાદ અચાનક જાગેલા રેલવેતંત્રએ મોટી જાહેરાત કરી છે.

જેમાં ભારતીય રેલવે ઉનાળુ વેકેશનના પગલે સમગ્ર દેશમાં ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો ઉદ્દેશ દેશભરમાં મુસાફરીને સરળ અને વધુ અનુકૂળ બનાવવાનો છે. જેની  માટે ભારતીય રેલવેએ 15 એપ્રિલથી 15 જુલાઇ 2026 સુધી કુલ 908 ઉનાળુ સ્પેશિયલ ટ્રેનો મંજૂર કરી છે. જે કુલ 18,262 ટ્રિપ પૂર્ણ કરશે. રેલવે મંજૂર કરેલી ખાસ ટ્રેનોમાંથી 660 ટ્રેનોની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી હતી. 

દક્ષિણ મધ્ય રેલવેએ 124  ટ્રેનો દોડાવશે 

આ અંગે રેલવે આપેલી માહિતી મુજબ  દક્ષિણ મધ્ય રેલવેએ 124  ટ્રેનો (1184 ટ્રિપ્સ) ને મંજૂરી આપી છે.આ ઉપરાંત પશ્ચિમ રેલ્વેએ 106  ટ્રેનો (2078  ટ્રિપ્સ) ને મંજૂરી આપી છે. ઉત્તર પશ્ચિમ રેલ્વેએ 76  ટ્રેનો (2245  ટ્રિપ્સ) ને મંજૂરી આપી છે. જેમાં 62  સૂચિત સેવાઓ (1878  ટ્રિપ્સ)નો સમાવેશ થાય છે.

ઉત્તર રેલ્વેએ 76  ટ્રેનો (2090 ટ્રિપ્સ) ને મંજૂરી આપી છે, જેમાંથી 56 ટ્રેનો (1575 ટ્રિપ્સ) માટે સૂચનાઓ પહેલાથી જ જાહેર  કરવામાં આવી છે. મધ્ય રેલ્વેએ 74  ટ્રેનો (3082  ટ્રિપ્સ) ને મંજૂરી આપી છે, જેમાંથી 70 ટ્રેનો (2238 ટ્રિપ્સ) માટે સૂચનાઓ પહેલાથી જ જારી કરવામાં આવી છે. દક્ષિણ રેલ્વેએ 72  ટ્રેનો (558 ટ્રિપ્સ) ને મંજૂરી આપી છે. જેમાંથી 38 ટ્રેનો (133 ટ્રિપ્સ) ની માહિતી પહેલાથી જ જાહેર કરવામાં આવી છે.

પૂર્વ મધ્ય રેલ્વેએ 64 ટ્રેનો (2,711 ટ્રિપ્સ) ને મંજૂરી આપી છે, જેમાં 38 સૂચિત ટ્રેનો (1,060 ટ્રિપ્સ) નો સમાવેશ થાય છે.
ઉત્તર મધ્ય રેલ્વેએ 54 ટ્રેનો (1,163 ટ્રિપ્સ) ને મંજૂરી આપી છે, જેમાંથી 46 ટ્રેનો (688 ટ્રિપ્સ) ની માહિતી પહેલાથી જ જાહેર કરવામાં આવી છે. ઉત્તર પૂર્વ રેલ્વેએ 52 ટ્રેનો (814 ટ્રિપ્સ) ને મંજૂરી આપી છે.

કોસ્ટ રેલ્વેએ 18 સૂચિત ટ્રેનો સહિત 28 ટ્રેનોને મંજૂરી આપી

આ ઉપરાંત પૂર્વ કોસ્ટ રેલ્વેએ 18 સૂચિત ટ્રેનો (88 ટ્રિપ્સ) સહિત 28 ટ્રેનો (410 ટ્રિપ્સ) ને મંજૂરી આપી છે. પશ્ચિમ મધ્ય રેલ્વેએ 28 ટ્રેનો (408 ટ્રિપ્સ) ને પણ મંજૂરી આપી છે.પૂર્વીય રેલ્વેએ 24 ટ્રેનો (392 ટ્રિપ્સ) ને મંજૂરી આપી છે. ઉત્તરપૂર્વ સીમાવર્તી રેલ્વેએ 20 સૂચિત ટ્રેનો (141 ટ્રિપ્સ) સહિત 24 ટ્રેનો (220 ટ્રિપ્સ) ને મંજૂરી આપી છે.

દક્ષિણ પશ્ચિમ રેલ્વેએ 76 ટ્રેનો (509 ટ્રિપ્સ) ને મંજૂરી આપી 

દક્ષિણ પૂર્વીય રેલ્વેએ 20 ટ્રેનો (276 ટ્રિપ્સ)ને મંજૂરી આપી છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વેએ 10 ટ્રેનો (122 ટ્રિપ્સ) ને મંજૂરી આપી છે, જેમાં 8 સૂચિત સેવાઓ (70 ટ્રિપ્સ) નો સમાવેશ થાય છે. દક્ષિણ પશ્ચિમ રેલ્વેએ 76 ટ્રેનો (509 ટ્રિપ્સ) ને મંજૂરી આપી છે.