બાબ-અલ-મંદેબના સંવેદનશીલ કોરિડોરમાં INS ત્રિશુલ અને INS આદિત્યએ ભારતીય હિતોની રક્ષા માટે 'ત્રીજી આંખ' ખોલી
નવી દિલ્હીઃ લાલ સાગરમાં વધતા જોખમોની વચ્ચે ભારતીય નૌકાદળે હવે બાબ-અલ-મંદેબથી બે ઓઈલના જહાજોને સુરક્ષિત કાઢ્યા હતા. આ પગલું ભારતીય જહાજો પરના હુમલા અને ડૂબાડવામાં આવ્યા પછી ભરવામાં આવ્યું છે. હુતી હુમલા અને હોર્મુઝમાં વધી રહેલા તણાવને કારણે દરિયાઈ સીમાડા અસુરક્ષિત બન્યા છે, ત્યારે ભારત સરકાર હવે પોતાની ઊર્જા પુરવઠા અને કમર્શિયલ જહાજોની સુરક્ષા માટે એક્શનમાં આવી ગઈ છે.
ભારતનું હાઈ રિસ્ક ઝોનમાં એક્ટિવ ઓપરેશન શરુ
લાલ સમુદ્રમાં વધતા ખતરા વચ્ચે ભારત હવે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે હવે દરિયામાં પોતાના હિતોની સુરક્ષા માટે કોઈના પર નિર્ભર નહીં રહેવાનું નક્કી કર્યું છે. ભારતીય નૌકાદળે ભારતીય જહાજને સુરક્ષિત એસ્કોર્ટ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. થોડા દિવસ પહેલા ભારતીય જહાજ પર હુમલા પછી ડૂબાડી દેવામાં આવ્યા હતા, ત્યાર પછી ભારતીય નૌકાદળ મેદાનમાં ઊતરી ગયું છે, જ્યારે ભારતે હાઈ રિસ્ક ઝોનમાં એક્ટિવ ઓપરેશન શરુ કર્યું છે.
આઈએનએસ ત્રિશુલ અને આદિત્યએ એસ્કોર્ટ કર્યાં
યમનની નજીક એક ભારતીય જહાજ પરના હુમલા પછી હવે સ્થિતિ સુધરી ગઈ છે, જે એક દુર્ઘટના હતી, પરંતુ આ હુમલા પછી એક વાત નક્કી થઈ ગઈ છે કે હવે રેડ સી સુરક્ષિત વૈકલ્પિક રુટ રહ્યો નથી. એના પછી ભારતીય નૌકાદળે બાબ-અલ-મંદેબ જેવા સંવેદનશીલ કોરિડોરમાં બે ક્રૂડ ઓઈલ ટેન્કર (MT Compass & MT Thalatta)ને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ભારતીય નૌકાદળે બાબ-અલ-મંદેબ જેવા ખતરનાક વિસ્તારમાં બે ઓઈલ ટેન્કરને પોતાની સુરક્ષામાં બહાર કાઢ્યા હતા. આઈએનએસ ત્રિશુલ અને આઈએનએસ આદિત્યએ નવમી અને દસમી ઓગસ્ટના આ જહાજને એસ્કોર્ટ કર્યાં હતા.
🇮🇳⚓#INSTrishul and #INSAditya escorted crude tankers MT Compass and MT Thalatta to safely transit the high-risk area through #BabelMandeb strait on 9 and 10 Aug 2026.#IndianNavy remains committed to securing the safe transit of vital energy cargo and protecting Indian… pic.twitter.com/U2CCXmvh3W
— Western Naval Command (@IN_WNC) August 10, 2026
હુતી વિદ્રોહીઓના હુમલાથી ઊભી થઈ અસ્થિરતા
બાબ અલ મંદેબ દુનિયાની સૌથી મહત્વની દરિયાઈ ચેકપોસ્ટ્સ છે, જે લાલ સમુદ્રને એડનની ખાડીમાં જોડે છે, જ્યારે હોર્મુઝની ખાડીને બ્લોક કરવામાં આવ્યું ત્યારે સઉદીએ તેલ વેચવા માટે લાલ સમુદ્રનો રસ્તો પસંદ કર્યો હતો, કારણ કે એ પૂર્વ-પશ્ચિમને જોડવાનું કામ કરે છે. અનેક તેલના ટેન્કરો આ રુટનો વૈકલ્પિક ધોરણે પસંદ કર્યો હતો, પરંતુ હવે અહીં પણ ઈરાનના સમર્થક હુતી વિદ્રોહીઓના હુમલા વધતા જોખમમાં વધારો થયો છે, જેને લઈ હવે દુનિયાના બે સૌથી મોટા ઓઈલ રુટ પર અસ્થિરતાનું જોખમ ઊભું થયું છે.
હુતીઓ વિદ્રોહીઓએ 20 જુલાઈથી બ્લોકેડની કરી જાહેરાત
યમનના હુતી વિદ્રોહીએ નિરંતર જહાજોને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં ભારતીય ઝંડાવાળા જહાજને ડૂબાડવામાં આવ્યું હતું, જેમાં 14 લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા હતા. જોકે, યમનની આંતરરાષ્ટ્રીય માન્ય પ્રાપ્ત સરકારે આ હુમલા માટે હુતી વિદ્રોહીઓને જવાબદાર ગણાવ્યા હતા. આમ છતાં હુતી વિદ્રોહીઓએ સત્તાવાર રીતે જવાબદારી લીધી નહોતી. જોકે, 20 જુલાઈથી હુતી વિદ્રોહીઓએ સઉદી અરેબિયાના રેડ સી પોર્ટ્સ વિરુદ્ધ બ્લોકેડની જાહેરાત કરી હતી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા અને સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા હતા.
હિંદ મહાસાગરનો એક સાંકડો દરિયાઈ કોરિડોર છે
'લાલ મહાસાગર' સામાન્ય રીતે લાલ સમુદ્ર (Red Sea) તરીકે ઓળખાય છે, જે એશિયા અને આફ્રિકા ખંડની વચ્ચે આવેલો હિંદ મહાસાગરનો એક સાંકડો દરિયાઈ ભાગ છે. આ ઉપરાંત, વ્યાપારી અને વ્યવસાયિક ભાષામાં 'રેડ ઓશન' (Red Ocean Strategy) નામની એક માર્કેટિંગ રણનીતિ પણ એક ભાગ છે