Mon Sep 07 2026

Logo

બૉક્સર પ્રીતિ પવારનો પાવરફુલ પંચઃ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

Glasgow   2026-08-01 16:08:16
Author: Ajay Motiwala
બૉક્સર પ્રીતિ પવારનો પાવરફુલ પંચઃ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

ગ્લાસગોઃ ભારતની મુક્કાબાજ પ્રીતિ પવાર (Preeti Pawar) અહીં કૉમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓના 54 કિલો વર્ગમાં ચૅમ્પિયન બની છે. તેણે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

પ્રીતિ પવારે ફાઇનલમાં કૅનેડાની સ્કારલેટ ડેલ્ગેડો (Delgado)ને એક પછી એક પંચ લગાવીને તેના પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. પ્રીતિએ તેને એક પણ રાઉન્ડમાં નહોતી જીતવા દીધી અને તેને 5-0થી પરાસ્ત કરીને સુવર્ણચંદ્રક પર કબજો કર્યો હતો.

બાવીસ વર્ષની વર્લ્ડ નંબર-થ્રી પ્રીતિએ પ્રથમ રાઉન્ડથી જ સ્કારલેટ પર વર્ચસ્વ જમાવ્યું હતું. પ્રીતિએ તેના વળતા હુમલા સામે થોડા પૉઇન્ટ ગુમાવ્યા હતા, પરંતુ છેવટે રાઉન્ડને અંતે તમામ જજના એકમત હતા અને પ્રીતિને એ રાઉન્ડમાં 10-8થી વિજેતા જાહેર કરાઈ હતી.

બીજા રાઉન્ડમાં પ્રીતિએ એ જ દૃઢતા અને સકારાત્મકતા સાથે શરૂઆત કરી હતી અને સ્કારલેટને છેવટે બાકીના ચારેય રાઉન્ડમાં હરાવી દીધી હતી.

પ્રીતિએ સેમિ ફાઇનલ પણ 5-0થી જીતી હતી. એમાં તેણે ઝામ્બિયાની કૅથરિન ઍમ્વાપેને હરાવી દીધી હતી.