Mon Oct 05 2026

Logo

ભારતની વર્લ્ડ ચૅમ્પિયન મુક્કાબાજ જૈસમિન હવે કૉમનવેલ્થ વિજેતાં પણ બની

Glasgow   2026-08-01 16:44:03
Author: Ajay Motiwala
ભારતની વર્લ્ડ ચૅમ્પિયન મુક્કાબાજ જૈસમિન હવે કૉમનવેલ્થ વિજેતાં પણ બની

PTI


ગ્લાસગોઃ 23મી કૉમનવેલ્થ ગેમ્સના સમાપનને શનિવારે માંડ એક દિવસ બાકી હતો ત્યારે ભારતીય સંઘ પર ચંદ્રકોની વર્ષા થવા લાગી છે જેમાં મહિલાઓની બૉક્સિંગમાં પ્રીતિ પવાર પછી જૈસમિન લમ્બોરિયાએ પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

હરિયાણાની જૈસમિને 57 કિલો વર્ગની ફાઇનલમાં નૉર્ધર્ન આયરલૅન્ડની માઇકેલા વૉલ્શને 5-0થી પરાસ્ત કરીને આ વર્ગમાં ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું. જૈસમિન હાલમાં આ વર્ગની વર્લ્ડ ચૅમ્પિયન છે અને હવે તે કૉમનવેલ્થનો તાજ પણ જીતી છે.

જૈસમિન બ્લૂ ડ્રેસમાં હતી. તેની સામે લડનાર નૉર્ધર્ન આયરલૅન્ડની માઇકેલા વૉલ્શ કૉમનવેલ્થની ડિફેન્ડિંગ ચૅમ્પિયન હતી. જોકે વિશ્વ વિજેતા જૈસમિન સામે તેનું કંઈ નહોતું ચાલ્યું. પ્રથમ રાઉન્ડમાં જૈસમિને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને જજની પૅનલના બધા જ મેમ્બર્સ જૈસમિનને એ રાઉન્ડની વિજેતાં જાહેર કરવા એકમત નહોતા. જોકે જૈસમિનને છેવટે વિનર જાહેર કરાઈ હતી. બીજા રાઉન્ડમાં પૅનલના તમામ જજે જૈસમિનની તરફેણમાં મત આપ્યા હતા અને તે 2-0થી આગળ થઈ હતી.

રેડ ડ્રેસમાં આ બૌતમાં ભાગ લિ રહેલી માઇકેલા (Michaela)ને બીજા રાઉન્ડમાં જૈસમિને એટલા બધા જોરદાર મુક્કા માર્યા હતા જેનાથી જૈસમિન (Jaismine)ના પૉઇન્ટ ઝડપથી વધી ગયા અને એ રાઉન્ડ તેણે આસાનીથી જીતી લીધો હતો. ત્યાર પછી પણ જૈસમિને તેના પર પ્રભુત્વ જાળવી રાખ્યું હતું અને આખો મુકાબલો 5-0થી જીતી લીધો હતો.